મહારાષ્ટ્રના વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડીના નેતાઓએ રવિવારે રાજ્ય ગઠબંધન અને કેન્દ્રની મોદી સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા.એમવીએએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને તોડી પાડવાના વિરોધમાં દક્ષિણ મુંબઈના પ્રતિષ્ઠિત હુતાત્મા ચોકથી ગેટવે ઑફ ઈન્ડિયા સુધી કૂચ કરી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફીને નાટક ગણાવ્યું હતું, જ્યારે શરદ પવારે આ ઘટનાને ભ્રષ્ટાચારનું ઉદાહરણ ગણાવ્યું હતું.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના સુપ્રીમો શરદ પવાર, શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસના રાજ્ય એકમના વડા નાના પટોલે અને પક્ષના મુંબઈ પ્રમુખ વર્ષા ગાયકવાડે હુતાત્મા ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને વિરોધ કૂચની શરૂઆત કરી હતી. આ ચોક ’સંયુક્ત મહારાષ્ટ્ર’ આંદોલનમાં શહીદ થયેલા લોકોની યાદમાં બનાવવામાં આવ્યો છે.
ગેટવે ઓફ ઈન્ડિયા પર એક સભાને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શું તમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફીમાં ઘમંડ દેખાયો? એક નાયબ મુખ્યમંત્રી હસતા હતા. મહાન યોદ્ધા રાજાના અપમાનને મહારાષ્ટ્રની જનતા ક્યારેય માફ નહીં કરે. ઉદ્ધવે મોદીની ગેરંટીની મજાક ઉડાવવા માટે મૂત તોડી, રામ મંદિર અને નવા સંસદ સંકુલમાંથી વરસાદી પાણી વહી જવાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું કે વડાપ્રધાન શા માટે માફી માંગી રહ્યા હતા તેમણે આઠ મહિના પહેલા જે પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું તે માટે ? સંડોવાયેલા ભ્રષ્ટાચાર માટે? શિવાજી મહારાજનું અપમાન કરનારી શક્તિઓને હરાવવા એમવીએ કાર્યકરોએ સાથે મળીને કામ કરવું જોઈએ. પ્રતિમાનું પડવું એ મહારાષ્ટ્રની આત્માનું અપમાન છે.
વિરોધ કૂચમાં બોલતા શરદ પવારે કહ્યું કે સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પડવું એ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. આ શિવાજીના તમામ અનુયાયીઓનું અપમાન છે. પવારે કહ્યું કે આ વર્તમાન સરકારમાં ભ્રષ્ટ્રાચારની કોઇ સીમા નથી પવારે કહ્યું કે શિવાજી મહારાજની મૂત પરિયોજનામાં ભ્રષ્ટ્રાચારના કારણે ખરાબ સામગ્રીનો ઉપયોગ કરવાાં આયા છે જેના કારણે મૂત ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે.
પવારે કટાક્ષ કર્યો અને કહ્યું કે સરકારને ખબર નથી કે કયાં ભ્રષ્ટ્રાચાર કરવાનો ચે. મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ જણાવ્યું હતું કે વડા પ્રધાન પહેલાં, વિપક્ષે છત્રપતિ શિવાજીના સિદ્ધાંતો સાથે દગો કરતી સરકારને સત્તામાં આવવા માટે સમ્રાટની માફી માંગી હતી.
આગામી વિધાનસભાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં તેમણે કહ્યું કે અમે સંકલ્પ કર્યો છે કે આવું ફરી નહીં થાય. પટોલેએ કહ્યું કે વડાપ્રધાને રાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માફી માંગી છે. કોલ્હાપુરના કોંગ્રેસના સાંસદ શાહુ છત્રપતિએ કહ્યું કે સમ્રાટની ગરિમા દરેક કિંમતે જાળવી રાખવી જોઈએ.ઉદ્ધવ જૂથના શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ અમારા માટે ભગવાન સમાન છે. તેમનું પૂતળું તૂટી પડ્યું અને તેની સાથે આપણી આસ્થા, સન્માન અને સ્વાભિમાન પણ તૂટીને ત્યાં પડી ગયું. આટલું અપમાન હોવા છતાં તેને ટેકો આપતા રાજકીય પક્ષોના નેતાઓ તેની નિંદા નહીં કરે તો બીજું શું કરશે?
છત્રપતિ સાહુ મહારાજે આ પ્રસંગે જણાવ્યું હતું કે શિવાજી મહારાજની મૂર્તિ તુટી પડવાથી લોકોમાં નારાજગી છે આ મહારાજ અને મહારાષ્ટ્રનું અપમાન છે જેમણે પણ આમ કર્યું છે તેના માટે કોઇ માફી નથી આ મામલામાં જે દોષીત છે તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ શાહુ મહારાજે કહ્યું કે શિવાજી મહારાજનું સમ્માન બનાવી રાખવું જોઇએ.
એનસીપી (એસપી)ના નેતા રાજેશ ટોપે અને શિવસેના (યુબીટી)ના નેતા સુનીલ પ્રભુએ જણાવ્યું હતું કે વિરોધ કૂચનો ઉદ્દેશ્ય વડાપ્રધાન દ્વારા અનાવરણ કર્યાના આઠ મહિના બાદ પ્રતિમાના પતન અંગે મહારાષ્ટ્રના લોકોના ગુસ્સાને અવાજ આપવાનો હતો. . પ્રભુએ પત્રકારોને જણાવ્યું કે આ વિરોધ શાંતિપૂર્ણ છે. કોલ્હાપુરના કોંગ્રેસના સાંસદ શાહુ છત્રપતિ, એનસીપી (એસપી) નેતા અને બારામતીના સાંસદ સુપ્રિયા સુલે અને ધારાસભ્ય અનિલ દેશમુખ સવારના ૧૧ વાગ્યા પછી શરૂ થયેલી કૂચમાં ભાગ લેનારાઓમાં સામેલ હતા.
શિવાજી મહારાજની ૩૫ ફૂટ ઊંચી પ્રતિમા ૨૬ ઓગસ્ટના રોજ અચાનક પડી ગઈ હતી. પીએમ મોદીએ ૮ મહિના પહેલા ૪ ડિસેમ્બરે શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા માત્ર ૮ મહિનામાં પડી ગઈ. શિવાજી મહારાજની પ્રતિમા તોડી પાડ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. રાજકીય હંગામા બાદ સીએમ શિંદે, ડેપ્યુટી સીએમ અજિત પવાર બાદ પીએ મોદીએ પણ માફી માંગી હતી.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન ઉદ્વવ ઠાકરે અને નાના પટોલેએ સાંકેતિક રીતે મુખ્યમંત્રી એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને દેવેન્દ્ર ફડનવીસના ફોટા પર જુતા માર્યા હતાં.આ વિરોધ પ્રદર્શનમાં માટે સંખ્યામાં કોંગ્રેસ,એનસીપી એસપી અને શિવસેના યુબીટીના કાર્યકરો જોડાયા હતાં આ કાર્યકરોએ મુખ્યમંત્રી શિંદે અને નાયબ મુખ્યમંત્રી ફડનવીસની વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં તેમના હાથમાં બેનરો હતાં જેમાં સરકારની વિરુદ્ધ લખાણો હતાં.