મહામહિમ રાજ્યપાલના અધ્યક્ષસ્થાને આગામી 30 જાન્યુઆરીના રોજ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી,વીંઝોલ ખાતે વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાશે

ગોધરા, ગોવિંદ શ્રી ગુરૂ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત એક્ટ- 24/2015થી ગોધરા, વીંઝોલ ખાતે કરાઈ હતી. આ યુનિવર્સીટીના કાર્યક્ષેત્રમાં આદિવાસી વસ્તી ધરાવતા પાંચ જીલ્લાઓ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર તથા વડોદરા ગ્રામ્યનો સમાવેશ થાય છે. શ્રીગોવિંદ ગુરૂ યુનિવર્સીટી,ગોધરા ખાતે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી 30 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થીઓનો પાંચમો પદવીદાન સમારોહ યોજાશે.

જેમાં 16,181 વિદ્યાર્થીઓને ડિગ્રી,41 વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડીગ્રી તથા 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સી.કે.રાઉલજી સહિત યુનિવર્સિટીના કુલપતિ અને ફેકલ્ટી ઉપસ્થિત રહેશે, તેમ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલ સચિવ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.