મહાકુંભમાં મોદીએ અપનાવ્યો સ્માર્ટ પ્રોટોકોલ:મેળામાં એન્ટ્રી લીધા વિના જ સંગમમાં સ્નાન કર્યું; ભગવા વસ્ત્રો, હાથ-ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી સૂર્યને અર્ઘ્ય આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. અહીં મોદીએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યુ છે. સીએમ યોગી પણ તેમની સાથે હતા. મોદી બોટમાં બેસીને યોગી સાથે સંગમ પહોંચ્યા હતા. તેમણે ભગવા રંગનાં કપડાં પહેર્યા હતાં. મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ સંગમમાં ડૂબકી લગાવી હતી.

સંગમ સ્નાન કર્યા બાદ પીએમએ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું. આ દરમિયાન તેમના હાથમાં રુદ્રાક્ષની માળા પણ હતી. મોદીએ લગભગ 5 મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે સૂર્યની પૂજા કરી હતી.સંગમમાં સ્નાન કર્યા બાદ મોદીએ માતા ગંગાની પૂજા કરી હતી. વડાપ્રધાને ગંગાને દૂધ અને સાડી અર્પણ કરી હતી હતી. પીએમ મોદી ગંગાની પૂજા કર્યા બાદ પરત ફર્યા હતા. પીએમ મોદીએ આજે ​​સવારે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી અને સીએમ યોગી સાથે મહાકુંભમાં પહોંચ્યા હતા.

પીએમ મોદી સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. વડાપ્રધાનને જોવા માટે સંગમના કિનારે ઘણા લોકો ભેગા થયા હતા. પીએમ મોદીએ સંગમ નોજ પહોંચતા પહેલાં લોકોનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદી ધર્મ અને આસ્થાને લઈને અલગ જ દૃષ્ટિકોણમાં જોવા મળે છે. તેઓ ધાર્મિક સ્થળો પર ભક્તિમાં લીન જોવા મળે છે.

આજે સવારે PM મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતા. બમરૌલી એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી, બંને નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે PMનું સ્વાગત કર્યું. 54 દિવસમાં PMની આ બીજી મુલાકાત હતી. પ્રયાગરાજના મહાકુંભમાં આ વખતે 144 વર્ષ બાદ એવો શુભ સમય આવ્યો છે, જે ખૂબ જ શુભ છે. આ પ્રસંગે 39 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. હવે આ ભક્તોમાં પીએમ મોદી પણ સામેલ થઇ ગયા છે. આ પહેલાં પીએમ મોદી 13 ડિસેમ્બર 2024ના રોજ પ્રયાગરાજ આવ્યા હતા, જ્યારે તેમણે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

મહાકુંભમાં જ્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે તે વિસ્તારો NSG, SPGના કબજામાં લેવામાં આવ્યા છે. મેજિસ્ટ્રેટ અને પોલીસ અને આરએએફના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ગંગાના ઘાટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. શહેરથી લઈને મહાકુંભ મેળા સુધીના શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે. મંગળવારે 75 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું. અત્યાર સુધીમાં 38 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે.