મહાકુંભ : મહાકુંભમાં દોઢ કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી:44 ઘાટ પર સ્નાન, ભીડમાં અનેક લોકો ખોવાયા; સંગમ ઘાટ સુધી 12 કિમીની પગપાળા યાત્રા

મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે. આજે પોષ પૂર્ણિમાનું પ્રથમ સ્નાન છે. બપોરે 2 વાગ્યા સુધી 1.5 કરોડ ભક્તોએ 44 ઘાટ પર સ્નાન કર્યું છે. ભક્તો પર 20 ક્વિન્ટલ ફૂલોની વર્ષા કરવામાં આવશે. 144 વર્ષમાં દુર્લભ ખગોળીય સંયોગમાં મહાકુંભ યોજાઈ રહ્યો છે.

દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા છે. એટલી ભીડ છે કે ઘણા લોકો પરિવારથી વિખૂટા પડી ગયા છે. કુંભમાં સ્નાન કરવા માટે વિદેશી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર, જર્મની, બ્રાઝિલ, રશિયા સહિત 20 દેશોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. દર કલાકે 2 લાખ ભક્તો સંગમમાં સ્નાન કરે છે. ભક્તો આજથી જ 45 દિવસના કલ્પવાસનો પ્રારંભ કરશે. એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ મહાકુંભમાં પહોંચ્યાં છે. તેમણે નિરંજની અખાડામાં ધાર્મિક વિધિઓ કરી હતી. તેઓ કલ્પવાસ પણ કરશે.

DGPએ કહ્યું- અત્યાર સુધીમાં 60 લાખ ભક્તોએ સ્નાન કર્યું છે

UP DGP પ્રશાંત કુમારે કહ્યું- મહાકુંભ 2025ની શરૂઆત આજે સવારે સ્નાન સાથે થઈ છે. લગભગ 60 લાખ લોકોએ તેમાં ડૂબકી લગાવી છે. આ વખતનો કુંભ આસ્થા અને આધુનિકતાનો સંગમ છે.

અમે પરંપરાગત પોલીસ વ્યવસ્થાથી દૂર થઈ ગયા છીએ અને શ્રદ્ધાળુઓને સારી વ્યવસ્થા પૂરી પાડવા માટે ટેકનોલોજીનો વધુ સારો ઉપયોગ કર્યો છે. આજે ફૂલોની વર્ષા પણ થશે. આ વખતે કુંભ ભવ્ય, દિવ્ય, ડિજિટલ અને સુરક્ષિત રહે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વિદેશી શ્રદ્ધાળુઓએ ગંગામાં ડુબકી લગાવી