મહાકુંભમાં આગ લાગી, 50થી વધુ ટેન્ટ ખાક:એક પછી એક અનેક સિલિન્ડર બ્લાસ્ટ થયાં; ફાયરબ્રિગેડે વિસ્તાર સીલ કર્યો : આગની જ્વાળા વચ્ચેથી ટ્રેન પસાર થઈ

મહાકુંભમાં ભીષણ આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેન્ટમાં રસોઈ બનાવતી વખતે આ આગ લાગી હતી, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આગની ચપેટમાં અનેક ટેન્ટ આવ્યાની માહિતી છે.આગે અનેક ટેન્ટને પોતાની ચપેટમાં લીધા છે, જેના કારણે એમાં રાખેલાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ રહ્યાં છે. 20થી 25 ટેન્ટ સળગ્યા છે.

આ આગ અખાડાની આગળના રસ્તા પર લોખંડના પુલ નીચે લાગી છે. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી 50થી વધુ ટેન્ટ ખાક થયા છે.ભારે પવનને કારણે આગ ફેલાયો હોવાનો ભય છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

સેક્ટર 19થી 20 સુધી ફેલાઈ આગ, ગીતા પ્રેસ કેમ્પ પણ ચપેટમાં

મહાકુંભ મેળાના સેક્ટર 19માં લાગેલી આગ સેક્ટર 20 સુધી પહોંચી ગઈ છે. આકાશમાં ધુમાડો જોઈને અરાજકતા ફેલાઈ ગઈ. અત્યાર સુધીમાં પચાસથી વધુ કેમ્પ પ્રભાવિત થયા છે. આગ ઝડપથી સેક્ટર 20 તરફ ફેલાઈ રહી છે.

ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પને પણ અસર થઈ છે. આગ હજુ સુધી કાબુમાં આવી નથી. આગ હજુ પણ સતત ભડકી રહી છે. ઘટનાસ્થળે એક ડઝનથી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો પહોંચી ગયા છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. બધા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

20 સિલિન્ડર બ્લાસ્ટ થયા છે. બધા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મેળાના અધિકારી વિજય કિરણ આનંદ અને એસએસપી રાજેશ દ્વિવેદી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એસએસપી મેઘા રાજેશ દ્વિવેદી કહે છે કે સેક્ટર-19માં ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કોઈ જાનહાનિ નથી. કારણોની તપાસ કરવામાં આવી રહી છે.