મુંબઇ
અક્ષયકુમારની આગામી ફિલ્મ ’ઓહ માય ગોડ-૨’ પર એક પછી એક મુશ્કેલીમાં ફસાઈ રહી છે. અગાઉ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી સર્ટીફિકેટ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવામાં વિલંબ થયો હતો. નિર્માતાઓની સખત મહેનત પછી ફિલ્મને કોઈપણ સીન કટ વિના છ સર્ટીફિકેટ મળી ગયું છે. જો કે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મના દ્રશ્યો અને સંવાદોમાં અનેક ફેરફાર કહેવામાં આવ્યા હતા, જે નિર્માતાઓ દ્વારા કરવામાં આવ્યા છે.
જો કે હવે ’ઓહ માય ગોડ ૨’ માટે છ સર્ટીફિકેટ એક મોટી સમસ્યા બની ગયું છે, કારણ કે મહાકાલ મંદિરના પૂજારી અને સંતો અક્ષયકુમારની ફિલ્મનો સતત વિરોધ કરી રહ્યા છે. આટલું જ નહીં, તેણે નિર્માતાઓને ચેતવણી પણ આપી કે, જો જરૂર પડશે તો તેઓ કોર્ટના દ્વાર પણ ખટખટાવશે.
ઉજ્જૈન મહાકાલ મંદિરના પૂજારીઓએ ફિલ્મ ’ઓહ માય ગોડ-૨’ને સટફિકેટ મળ્યા બાદ સ્પષ્ટતા કરી છે કે, જ્યાં સુધી અક્ષયકુમાર અને પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મથી મહાકાલ મંદિરથી શૉટ્સ નહીં હટાવવામાં આવે, ત્યાં સુધી તેઓ આ ફિલ્મનો વિરોધ કરતા રહેશે.
જો વિરોધ છતાં ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે, તો પૂજારી કોર્ટના દરવાજા ખટખટાવશે અને સાથે એફઆઇઆર પણ નોંધાવશે. મહાકાલ મંદિરના પૂજારી પંડિત મહેશ ગુરુએ છ સટફિકેટ મળવાના કારણે આ ફિલ્મને અશ્લીલ ગણાવતા તેનો વિરોધ કર્યો છે.
પંડિત મહેશ ગુરુએ જણાવ્યું કે, આ ફિલ્મનું શૂટિંગ મહાકાલ મંદિરમાં થયું હોવાથી તેનો વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મનો વિષય ગમે તે હોય, જ્યાં સુધી ફિલ્મમાંથી મહાકાલ મંદિરના શોટ્સ હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી અમે વિરોધ કરીશું. આ માટે જરૂર પડ્યે કોર્ટનો દરવાજો પણ ખટખટાવવામાં આવશે. ફિલ્મ મેકર વિરુદ્ધ એફઆઇઆર નોંધવાની તૈયારી પણ ચાલી રહી છે અને થોડા દિવસોમાં નોટિસ આપવામાં આવશે. માત્ર મહાકાલ મંદિરના પૂજારી જ નહીં, સ્વસ્તિક પીઠના પીઠાધીશ્ર્વર પરમહંસ અવધેશપુરી મહારાજે પણ ફિલ્મને છ પ્રમાણપત્ર મળવા સામે વાંધો ઉઠાવ્યો છે.
અવધેશપુરી મહારાજે જણાવ્યું કે, આ ફિલ્મની કહાની ઉજ્જૈનમાં રહેતા ભગવાન શિવના ભક્ત કાંતિસરન મુદગલની આસપાસ ફરે છે, જેના કારણે ફિલ્મનું શૂટિંગ મહાકાલ મંદિરમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે પણ તેમણે ફિલ્મના વિષય સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું છે કે, ધામક સ્થળો પર આવી ફિલ્મો ના બનવી જોઈએ. જણાવી દઈએ કે, સેન્સર બોર્ડના જણાવ્યા મુજબ મેર્ક્સે ફિલ્મના ૨૭ સીન બદલ્યા છે, જેમાં ઉજ્જૈનના મહાકાલ મંદિર સાથે જોડાયેલા સીનનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.