મુંબઇ, અભિનેતા સાહિલ ખાન મુશ્કેલીમાં છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મુંબઈ પોલીસ એસઆઈટી દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. ખાન ધ લાયન બુક એપ નામની સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલો હતો, જે મહાદેવ બેટિંગ એપ નેટવર્કનો પણ એક ભાગ છે. આ કેસમાં મુંબઈ પોલીસ એસઆઈટીએ અગાઉ તેની પૂછપરછ કરી હતી.અભિનેતાએ જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
એક્ટર સાહિલ ખાનની ધરપકડ, મહાદેવ બુક સટ્ટાબાજીના કેસમાં હવે ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે. હવે આ યાદીમાં સાહિલ ખાનનું નામ પણ સામેલ થઈ ગયું છે. અભિનેતાને છત્તીસગઢમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, જ્યાંથી તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. તે લોટસ બુક ૨૪/૭ નામની બેટિંગ એપ્લિકેશન વેબસાઇટમાં ભાગીદાર છે, જે મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશન નેટવર્કનો ભાગ છે.
અભિનેતા પર લાયન બુક એપને પ્રમોટ કરવાનો અને તેના કાર્યક્રમોમાં હાજરી આપવાનો આરોપ છે. લાયન બુકને પ્રમોટ કર્યા પછી, તેણે ભાગીદાર તરીકે લોટસ બુક ૨૪/૭ એપ લોન્ચ કરી. સાહિલે એપના પ્રચાર માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. તે સેલિબ્રિટીઓને આમંત્રિત કરતો અને ભવ્ય પાર્ટીઓનું આયોજન કરતો. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં પોલીસ કેસમાં ઘણા મોટા પાસાઓ સામે આવી શકે છે.