દેશભરમાં ખળભળાટ મચાવનારા મહાદેવ એપ હવાલા કૌભાંડનો રેલો હવે સુરત સુધી પહોંચ્યો છે. આ કેસમાં છત્તીસગઢ પોલીસે સુરતમાંથી એક આરોપીને ઝડપી લીધો છે. છત્તીસગઢ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા કપિલ ચેલાણી ઉર્ફે કેસીની ધરપકડ કરી છે.
પોલીસે કેસીની પુછપરછ કરતા કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેમાં તેણે ૫,૩૦,૦૦,૦૦૦ નો હવાલો પાડ્યો હોવાનું બહાર આવ્યું છે.
એપના પ્રમોટરે જે હવાલાથી રૂપિયા મોકલ્યા હતા. આ હવાલા કૌભાંડમાં સંડોવાયેલો કપિલ ચેલાણી ઘણા સમયથી વોન્ટેડ હતો.ધરપકડના ડરથી પોલીસથી નાસતો ફરતો કેસી સુરતના ડુમસના ફાર્મ હાઉસમાં છુપાયો હતો. જોકે કેસીની ગર્લફ્રેન્ડ અને એક યુવકની પુછપરછ કરતા તેમણે વટાણા વેરી નાંખ્યા હતા અને કેસી પોલીસની જાળમાં ફસાઈ ગયો હતો. છત્તીસગઢ અને સુરત પોલીસે સાથે મળીને કેસીની ધરપકડ કરી હતી. હાલમાં પલીસ તેની ઝીણવટભરી પુછપરછ કરી રહી છે.