માગશરી પુનમે ગુરૂ ગોવિંદ જયંતિ અને ભીલોના બલિદાન નિમિત્તે હજારો લોકો માનગઢ ધામે ભેગા મળ્યા

  • સામાજીક આગેવાનો રાજારામ કટારા અને અજીતદેવ પારગી પણ સંતો ભક્તો સાથે માનગઢની મુલાકાતે આવ્યા હતા.

સંતરામપુર,તારીખ 26/12/2023 માગસરી પુનમના રોજ માનગઢ ખાતે પુજ્ય ગુરૂ ગોવિંદજીની હયાતીથી જ તેમના જન્મ નિમિત ભેગા મળવાનો અને ભક્તિનો મેળો ગુરૂ ગોવિંદે માનગઢ બાંધ્યો હતો. આવા માગશરી પુનમના મેળામાં જ જનજાતી સમાજના ઉત્થાન અને વિકાસ માટે સંપસભાની રચના થઈ હતી. આવા માગસરી પુનમના મેળા દરમ્યાન જ આઝાદીના આંદોલનમા ભીલોનો રંગ એવા માનગઢ બલિદાનની ઘટના ઘટી હતી અને 1507 થી વધારે ભક્તો સંતોએ અંગ્રેજોની ગોળીથી બલિદાની વ્હોરી હતી. ગુરૂ ગોવિંદના ભક્તો અને આદિવાસી સમાજ માટે માગશરી પુનમનુ ઐતિહાસિક મહત્વ છે ત્યારે માનગડ ખાતે વિવિધ કાર્યક્રમો પણ આ દિવસની યાદમાં થયાં હતાં. આજના કાર્યક્રમમા જનજાતી સામાજીક આગેવાનો રાજારામજી કટારા અને અજીતદેવ પારગી વગેરેએ પણ સંતો ભક્તોની સાથે માનગઢની મુલાકાત કરી ગુરૂ ગોવિંદજીને નમન વંદન કરી ગુરૂની ધુણીની વંદના કરી હતી, સાથે જ અમર બલિદાનના સાક્ષી એવા માનગઢમાં બલિદાની વિરોને શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી અને માનગઢ રાષ્ટ્રીય સ્મારક ઘોષિત થાય એવો સંકલ્પ કર્યો હતો