છેલ્લાલ ગભગ દોઢ વર્ષથી સળગી રહેલા મણિપુરમાં હિંસા અને અશાંતિએ ફરી માથું ઊંચક્યું છે. તેને કારણે ત્યાં બંધ અને કરફ્યૂના દિવસો પાછા આવ્યા છે. એ પણ ચિંતાજનક છે કે ત્યાં ખતરનાક ડ્રોન અને રોકેટથી હુમલા થવા લાગ્યા છે. એટલું જ નહીં, સીઆરપીએફ જેવા અર્ધસૈનિક દળોને નિશાનો બનાવવામાં આવે છે. અરાજક્તાની આ સ્થિતિ ત્યારે છે જ્યારે ત્યાં કેન્દ્રીય સુરક્ષા દળોના લગભગ ૭૦,૦૦૦ જવાનો તૈનાત છે. સ્પષ્ટ છે કે આટલી મોટી તૈનાતી છતાં સમસ્યાનાં મૂળને ઓળખીને તેના પર જરૂરી કાર્યવાહી નથી થઈ શકી.
જો ત્યાં તાત્કાલિક પ્રભાવી પગલાં ભરવામાં નહીં આવે તો સ્થિતિ હાથમાંથી નીકળી શકે છે. ઉપરથી મ્યાંમારની અસ્થિરતાને કારણે પરિસ્થિતિઓ વધુ જટિલ થતી જાયછે. આ નવા ડ્રોન અને રોકેટ હુમલા દર્શાવે છે કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન અને અમેરિકા સમથત પિઠ્ઠુ મોહંમદ યુનૂસ સરકાર સત્તામાં આવવાથી મણિપુરમાં કુકી અલગતાવાદીઓનો જુસ્સો ઓર વધી ગયો છે. તેઓ મ્યાંમારના ચિન પ્રદેશ અને ભારતમાં મણિપુર અને મિઝોરમના કુકી બહુલ ક્ષેત્રોને ભેળવીને કુકીલેન્ડ બનાવવાના પોતાના મિશનના આગામી ચરણમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ અભિયાનને અમેરિકાનું સમર્થન છે. એમ તો અમેરિકા દેખાડા પૂરતું મ્યાંમારની સૈન્ય સરકાર વિરુદ્ઘ છે, પરંતુ આ ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવથી અમેરિકામાં ખળભળાટ પણ છે. તેથી બાંગ્લાદેશમાં અમેરિકાએ પોતાના મનમાફક સત્તા પરિવર્તન કરાવ્યું.
જ્યાં મણિપુરમાં હથિયારબંધ વિદ્રોહની આંચ વધારી દેવામાં આવી છે, ત્યાં જ મ્યાંમારના ચિન પ્રદેશ પર ચીન-કુકી ઉગ્રવાદી સંગઠનોના કબ્જાને કારણે ભારતનો મ્યાંમારથી ભૂસંપર્ક ખોરવાઈ ગયો છે. ચીન અને અમેરિકા પોતપોતાના દ્વારા સમથત ઉગ્રવાદી સંગઠનોના માયમથી મ્યાંમારને પોતપોતાના પ્રભાવ ક્ષેત્રોમાં વહેંચતા જાય છે. ભારત આ ખેલની બહાર ઊભું છે અને અસમંજસમાં દેખાઈ રહ્યું છે. ભારત મ્યાંમારમાં લોક્તંત્રની બહાલીની વાત કરે છે, પરંતુ તેનો જવાબ કોઈની પાસે નથી કે દેશના તમામ હિસ્સામાં હથિયારબંધ જૂથોના કબ્જાની સ્થિતિમાં લોક્તંત્ર કેવી રીતે બહાલ થશે? એ પણ એક મોટો સવાલ છે કે મ્યાંમારના વિઘટનની સ્થિતિમાં આપણી સાથે કયા જૂથ ઊભા રહેશે? એ મુશ્કેલી પણ ઓછી નથી કે ચિન પ્રદેશ પર કબ્જા બાદ મણિપુરના હિસ્સાને ભેળવીને કુકીલેન્ડ બનાવવા માટે સશ સંઘર્ષ છેડેલા ૨૪ કુકી ઉગ્રવાદી સંગઠનો સાથે ભારત સરકારની હાલમાં એક સમજૂતી છે.
આ સમજૂતી અંતર્ગત આ સંગઠનો વિરુદ્ઘ સુરક્ષા દળોના અભિયાનને સ્થગિત રાખવામાં આવ્યું છે. આ સંગઠનોને સરકાર દ્વારા ચિહ્નિત કેમ્પોમાં ભારતીય સુરક્ષા દળોના નિરીક્ષણમાં રહેવાનું છે અને હથિયારોનો ઉપયોગ નથી કરવાનો. આ ૨૦૦૦થી વધુ ઉગ્રવાદીઓને સરકાર પાસેથી ૬૦૦૦ રૂપિયા દર મહિને ભથ્થું પણ મળે છે. તેમ છતાં આ સંગઠનો સતત હિંસક ગતિવિધિઓમાં સામેલ થઈ રહ્યા છે, આતંકી હુમલાને અંજામ આપી રહ્યા છે અને ઉપરોક્ત સમજૂતીની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જોકે ઉગ્રવાદી સંગઠનોના હાથમાં સીમાવર્તી ચિન પ્રદેશ ચાલ્યા જવાને કારણે અને મ્યાંમારમાં ભારતીય વ્યૂહાત્મક હિતોને યાનમાં રાખતાં ભારત સરકાર આ જૂથોને નારાજ કરવાથી બચી રહી છે અને સમજૂતીને સ્થગિત નથી કરી રહી, જ્યારે મણિપુર સરકાર આ સમજૂતીથી હાથ ખેંચી ચૂકી છે. આ સમગ્ર ઘટનાક્રમથી મૈતેયી સમુદાયમાં અસંતોષ વધતો જાય છે, કારણ કે હિંસક હુમલાને આઅંજામ આપ્યા બાદ આતંકી આ સુરિક્ષત કેમ્પોમાં શરણ લઈ લે છે. જોકે મણિપુર પોલીસ અને કેન્દ્રીય અર્ધસૈનિક દળો સ્થિતિ સંભાળવામાં સક્ષમ નથી દેખાતા તો એનાથી પણ અસંતોષ પેદા થઈ રહ્યો છે. આ જ કારણે કુકી અને મૈતેયી સમુદાય અલગ-અલગ સુરક્ષા દળોની માંગ કરી ર્હયા છે. જ્યાં કુકી અસમ રાઇફલ્સની તૈનાતી માગે છે, તો મૈતેયી સીઆરપીએફના પક્ષમાં છે.