ભોપાલ,
કોંગ્રેસની મધ્યપ્રદેશ એકમના વડા કમલનાથે કહ્યું છે કે આદામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણીમાં પાર્ટીને જીત મળવા પર તે જુની પેન્શન યોજના (ઓપીએસ)પાછી લાવવામાં આવશે જુની પેંશન યોજનાની જગ્યાએ કેન્દ્ર સરકાર ૨૦૨૪માં એક નવી યોજના લાવી હતી અને મધ્યપ્રદેશ ને પણ આ વિકલ્પ પસંદ કર્યો હતો કમલનાથે ટ્વીટ કર્યુયં હતું કે શિવરાજ સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી સરકારી કર્મચારીઓની પેન્શન ને રાજયમાં કોંગ્રેસની સરકાર બનતા જ ફરીથી બહાર કરવામાં આવશે
કમલનાથની જાહેરાતને મહત્વ ન આપતાં ભાજપના સચિવ રનીતિશ અગ્રવાલે કહ્યું કમલનાથનો ઇતિહાસ વચનો પુરો નહીં કરવાનો રહ્યો છે. તેમણે દાવો કર્યો કે કમલનાથ ચુંટણી પહેલા કરવામાં આવેલ વચનોથી પલ્ટી જવા માટે જાણીતા છે અને રાજયમાં તેમના ૧૫ મહીનાના શાસન દરમિયાન જોવા મળ્યું તે સત્તામાં આવ્યા બાદ બદલાઇ ગયા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કર્મચારીઓના કલ્યાણ માટે અનેક પગલા ઉઠાવી રહ્યાં છે અને તમામ વચનો પુરા કરી રહ્યાં છે. ભાજપ નેતા રજનીશ અગ્રવાલે આરોપ લગાવ્યો કે કમલનાથે ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અનેક કલ્યાણકારી યોજના રોકી દીધી હતી.
જો કે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની જાહેરાતનું સ્વાગત કરતા નેશનલ મુવમેંટ ઓફ ઓલ્ડ પેન્શન સ્કીમની મધ્યપ્રદેશ એકમના પ્રમુખ પરમાનંદ દેહરિયાએ કહ્યું કે મુખ્યમંત્રી ચૌહાણે પણ આ રીતની એક જાહેરાત કરવી જોઇએ તેમણે કહ્યુયં કે અમે કોંગ્રેસની એમપી એકમના પ્રમુખનો આભાર વ્યકત કરીએ છીએ અને મુખ્યમંત્રીથી આગામી બજેટ સત્રમાં રાજયની સરકારી કર્મચારીઓ માટે જુની પેન્શન બહાલ કરવાની વિનંતી કરે છે.
તેમણે કહ્યું કે તેમનું સંગઠન આ વિષયને લઇ પ્રદર્શન કરે છે તેમણે કહ્યું કે રાજયમાં તત્કાલિન ભાજપ સરકારે તમામ સરકારી કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના રદ કરી દીધી હતી જે એક જાન્યુઆરી ૨૦૦૫થી પ્રભાવી થઇ હતી.