- ગરબાડા મામલતદાર કે.પી. સવાઈ, નાયબ મામલતદાર યુવરાજસિંહ ગઢવી, પી.એસ.આઇ. જે.એલ પટેલ, AT. ટીડીઓ મહેશ પટેલ, RFO એમ.એલ.બારીયા ઉપસ્થિત રહ્યા.
ગરબાડા, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગરબાડા માધ્યમિક શાળા ખાતે કરવામાં આવ્યો હતો. જે યોગ કાર્યક્રમમાં ગરબાડા મામલતદાર કે.પી. સવાઈ, નાયબ મામલતદાર યુવરાજસિંહ ગઢવી, પી.એસ.આઇ. જે.એલ.પટેલ, AT. ટીડીઓ મહેશ પટેલ, RFO એમ.એલ. બારીયા તેમજ આરોગ્ય અધિકારી એ.આર ડાભી ઉપસ્થિત રહ્યા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગરબાડા પોલીસ, મામલતદાર, તાલુકા પંચાયત આરોગ્ય વિભાગ, શિક્ષકો, વન વિભાગ સહિતના કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં જોડાયા હતા.