મધ્યપ્રદેશમાં નેતા પુત્રો ખુદને ઉમેદવારોના દાવેદાર માની રહ્યાં છે.

ભોપાલ,

મધ્યપ્રદેશમાં આગામી વર્ષ યોેજાનારી વિધાનસભા ચુંટણી માટે ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓના પુત્ર ખુદને સંભવિત ઉમેદવારના રૂપમાં જોવા મળી રહ્યાં છે.તેમના પિતા પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે તેમની ઉમેદવારીની વકાલત કરી રહ્યાં છે.જયારે બીજી બાજુ પાર્ટી એક અધોષિત ગાઇડલાઇન પર કામ કરી રહી છે જે એક જ પરિવારના બે સભ્યોને ચુંટણી લડવાથી રોકશે.

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના પુત્ર દેવેદ્ર સિંહ તોમર,ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રભાત ઝાના પુત્ર તુષમુલ ઝા,લોક નિર્માણ મંત્રી ગોપાલ ભાર્ગવના પુત્ર અભિષેક ભાર્ગવ,પૂર્વ મંત્રી ગૌરીશંકર બિસેનની પુત્રી મૌસમ બિસેન,ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાના પુત્ર સુકર્ણ મિશ્રા આવા અનેક છે જે ટિકિટ માટે દાવ લગાવી શકે છે.

ભાજપની સંસદીય બોર્ડના સભ્ય સત્યનારાયણ જટિયાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે એક નેતાનો બાળક હોવું ખોટું નથી તમામ યોગ્ય નેતાઓને ચુંટણી લડવા માટે ટિકિટ મળવી જોઇએ આથી આ ઉમેદવારોને ટિકિટ મળવાની આશામાં વધારો થયો છે.

આ પહેલા જટિયાએ પાર્ટીમાં કોઇ ઉમર નહીં માનદંડને લઇ એક અન્ય નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે પાર્ટી યોગ્ય સમય પર યોગ્ય કાર્યકર્તાને જવાબદારી સોંપે છે આ નિવેદન બાદ પાર્ટીમાં અનેક ચર્ચાઓને ગતિ પકડી લીધી જેમાં પૂર્વ મંત્રી કુસુમ મહદેલેએ તેમના અને અન્ય નેતાઓને ટિકિટ નહીં આપવાની પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યો હતો.

વંશવાદની રાજનીતિ ભાજપ માટે એક પ્રમુખ ચુંટણી મુદ્દો રહ્યો છે.રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે જે મુદ્દા પર તે કોંગ્રેસને નિશાન બનાવી રહી છે તે મુદ્દાને છોડવાનો પાર્ટીનો ઇરાદો નથી તેમને લાગે છે કે ભગવા પાર્ટી ભાઇ ભત્રીજાવાદ પર સવાલ ઉઠાવી પોતાના માટે પરેશાની ઉભી કરશે નહીં કારણ કે કેટલાક નિષ્ણાંતોએ પણ માને છે કે ભાજપ નેતા પોતાની આગામી પેઢીને ચુંટણી રાજનીતિમાં લાવવા પીછેહટ કરશે નહીં.