
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાની મધવાસ પ્રાથમિક શાળા ખાતે સ્વ.દેવજીભાઈ સુખાભાઈ પટેલના સ્મરણાર્થે તેમની પુણ્યતિથિના દિવસે તેમના પુત્ર મુકેશભાઈ તરફથી મધવાસ પ્રાથમિક શાળા 119 વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા ઉપરાંત બાળકોને પ્રસાદી સાથે રોકડ ભેટ આપી. પોતાના પિતાજીની પુણ્યતિથિએ સ્મરણાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે શાળા અને બાળકોને પ્રોત્સાહિત કરવા મહીસાગર જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દાતાની સ્મરણાંજલિ અર્પણ કરવાના ભાવ પ્રત્યે આદર વ્યકત કરી આભાર વ્યક્ત કર્યો હતો.
જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.અવનીબા મોરી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો અને પુણ્યતિથિએ સ્મરણાંજલિના શ્રેષ્ઠ કાર્ય બદલ શિક્ષણ પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમજ સદગત આત્મા માટે શાંતિ પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં ગામના અગ્રણી જે.એન.પટેલ, મહીસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ કેળવણી નિરીક્ષક જીતુભાઈ પટેલ, દાતાનાભાઈ બાબુભાઈ, સુરેશભાઈ, મનજીભાઈ, પરિવારજનો લીલાબેન, વર્ષાબેન તથા દાતાના પત્ની રમાબેન ઉપસ્થિત રહ્યા હતા. દાતા તરફથી અંદાજીત રૂા.50,000 ની રકમનું દાન કરવા બદલ શાળા પરિવારમાંથી મંગળાબેન, ઉષાબેન, ઇન્દ્રસિંહ નાગપાલસિંહે દાતાનો ખુબ ખુબ અભિનંદન પાઠવી આભાર કર્યો હતો. કાર્યક્રમના અંતે આભાર વિધિ સી.આર.સી. જીજ્ઞાબેન પટેલે કરી હતી.