માધુરીને ડિરેક્ટરે કહ્યું તમે તમારું બ્લાઉઝ ઉતારો અને તમારી બ્રા બતાવો

મુંબઈઃ માધુરીએ પોતાના કરિયરમાં 70 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, આ સિવાય અભિનેત્રીએ કેટલાક ડાન્સિંગ રિયાલિટી શોને પણ જજ કર્યા છે. સોશિયલ મીડિયા દ્વારા પણ અભિનેત્રી તેના ચાહકો સાથે સતત જોડાયેલી રહે છે.

હવે તાજેતરમાં જ ફિલ્મ નિર્દેશક ટીનુ આનંદે માધુરી વિશે એક ખુલાસો કર્યો છે અને ચોંકાવનારી વાત કહી છે. આ કહાની ફિલ્મ શનખ્ત (Shanakht) દરમિયાન બની હતી જે રિલીઝ થઈ શકી ન હતી.

આ ફિલ્મમાં માધુરી સાથે અમિતાભ બચ્ચન જોવા મળવાના હતા. Radio Nasha સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં ટીનુ આનંદે જણાવ્યું કે તે શૂટનો પહેલો દિવસ હતો અને માધુરીએ તેનું બ્લાઉઝ ઉતારીને તેની બ્રા દેખાડવાની હતી. નિર્દેશકના જણાવ્યા અનુસાર, પહેલા અભિનેત્રી તે કરવા માટે સંમત થઈ હતી, પરંતુ પછીથી ના પાડી દીધી હતી.

ડિરેક્ટરે કહ્યું, ‘મેં માધુરીને આખો સીન સંભળાવ્યો અને તેને પહેલાં જ કહ્યું કે તારે તારું બ્લાઉઝ ઉતારવું પડશે અને પહેલી વાર અમે તને બ્રામાં જોઈશું. અને હું તમને ઘાસની ગંજી કે કોઈ પણ વસ્તુ પાછળ છુપાવીશ નહીં. કારણ કે તમે તમારી જાતને એક વ્યક્તિને મદદ કરવા માટે ઓફર કરશો. જે તમને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેથી, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ દ્રશ્ય છે અને હું તેને પહેલા દિવસે જ શૂટ કરવા માંગુ છું. તેણે કહ્યું ઠીક છે.’

ડિરેક્ટરે કહ્યું, ‘મેં તેમને કહ્યું હતું કે તમે તમારી પોતાની બ્રા ડિઝાઇન કરી શકો છો, તમે જે ઇચ્છો. મને કોઈ વાંધો નથી. પરંતુ તે બ્રા હોવી જોઈએ કારણ કે તમે તમારું બ્લાઉઝ ખોલીને તમારી જાતને ઓફર કરી રહ્યાં છો.

પહેલા તો માધુરીએ આ સીન માટે ટીનુ આનંદની માંગણી સ્વીકારી, પરંતુ જ્યારે શૂટિંગ કરવાનો સમય આવ્યો ત્યારે તેમણે ના પાડી દીધી. આ બાબતે ડાયરેક્ટર અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. જે પછી ટીનુ આનંદે માધુરીને તેમની બેગ પેક કરવાનું કહ્યું અને ફિલ્મ જ ના બની.