મધુર મિલન વિવિધલક્ષી સેવા મંડળ દ્વારા પશ્ચિમ બંગાળના સંદેશખલીની ઘટનાને લઈને જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી

ગોધરા,તા. 12 માર્ચ મંગળવારે ગોધરા શહેર મધુર મિલન વિવિધલક્ષી સેવા મંડળ દ્વારા પંચમહાલ જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં સંદેશખલીમાં દલિત મહિલાઓ અને બાળકો ઉપર બર્બરતા પૂર્વક વ્યવહાર, બળાત્કાર, મારપીટની ઘટનાઓ લગાતાર સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળ પ્રશાસન અને પોલીસ મહિલાઓ અને બાળકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ દેખાઈ રહી છે અને ચિંતાજનક સ્થિતિ છે, અમે આ ઘટનાઓને વખોડી કાઢીએ છીએ, આ ઘટનાની નિંદા કરીએ છીએ, લોકતંત્રમાં થઈ રહેલા મહિલાઓ અને માનવાધિકારોના હનન પર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પીડિત મહિલાઓ, બાળકો અને પરિવારને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડીને આર્થિક સહાય આપવામાં આવે તેવી અમારી માંગ છે. તેમ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતા