અનેકવાર એવું બન્યું છે કે, પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અનેકવાર ભારતીય માછીમારોને પકડીને બંધક બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાની મરીન એજન્સીના જવાનો ભારતીય સીમામાં ઘૂસીને પણ માછીમારોને પકડતા હતા. તેઓ માછીમારોને બંધક બનાવીને વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં રાખે છે. ત્યારે હવે ફરીથી પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. મધદરિયેથી પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સીએ 9 માછીમારો સાથે દેવભૂમિ દ્વારકાની બોટનું અપહરણ કરવાની ઘટના બની છે.
પોરબંદર પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીની નાપાક હરકત સામે આવી છે. આઇએમબીએલ નજીકથી પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સીએ ભારતીય બોટનું અપહરણ કર્યું છે. આ બોટ દેવભૂમિ દ્વારકાની છે. બોટમાં નવ જેટલા માછીમારો સવાર હતા, એ તમામને મેરીટાઈમ એજન્સી ઉપાડીને લઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતને દરિયાનો ખુબ જ મોટો કિનારો મળ્યો છે. જેના કારણે રાજ્યનાં દરિયા કિનારાના લાાખો લોકો માછીમાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. માછીમારી કરવા માટે માછીમારો હંમેશા ભારતીય સીમા છે તેટલા વિસ્તારમાં માછીમારી કરતા હોય છે. જો કે પાડોશી પાકિસ્તાન વારંવાર આ માછીમારોનું બિનકાયદેસર રીતે અપહરણ પણ કરતું હોય છે. ત્યારે પાકિસ્તાને ફરી પોતાની નાપાક હરકત કરીને ભારતીય માછીમારોને પકડ્યા છે.