માછણનાળા ડેમમાંથી પાણી છોડાતા ઝાલોદ તાલુકામાં પાણીનો કકળાટ નહિ રહે

ઝાલોદ,

ઝાલોદ તાલુકામાં માછણનાળા ડેમ બારેમાસ પાણીનો જથ્થો પુરો પાડતો જીવાદોરી સમાન ગણાય છે. તાલુકામાં ગત ઉનાળામાં ગામડાઓમાં જમીનમાં પાણીના સ્તર ઉંડે ઉતરી જતા પાણીના નામનો કાળો કકળાટ ઉભો થયો હતો. તેમજ તાલુકાના કેટલાક ગામોમાં પ્રજાને પાણી માટે 2 થી 3 કિ.મી.સુધી દુર ચાલીને પાણી લાવવાનો વારો આવ્યો હતો. આ વર્ષે 100 ટકા વરસાદ થતાં ડેમમાં ભર ઉનાળે પણ પાણીનો જથ્થો હાલમાં બે ઉનાળાની સીઝન ચાલે એટલો નોંધાયેલો હોવાથી તાલુકામાં પાણીની ચિંતા નહિ રહે. માછણનાળા ડેમ પાણીથી છલોછલ હોવાથી પાણીના નામની સમસ્યા નહિ નડે અને ડેમમાં બે ઉનાળા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો હોવાનુ ઈજનેરે જણાવ્યુ હતુ.