મલયાલમ એક્ટર અને પ્રોડ્યુસર બાબુરાજ પર એક જુનિયર આર્ટિસ્ટના યૌન શોષણના આરોપ લગાવ્યો

મલયાલમ એક્ટર અને પ્રોડ્યુસર બાબુરાજ પર એક જુનિયર આર્ટિસ્ટ ના યૌન શોષણના આરોપ લગાવવામાં આવ્યો છે. તેના બાદથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિવાદ ઉભો થઈ ગયો છે. મહિલાનો આરોપ છે કે એક્ટરના અલુવા વાળા ઘર પર આ ઘટના થઈ હતી. જ્યાં તેને એક ફિલ્મમાં રોલ પર ચર્ચા કરવાના બહાને બોલાવવામાં આવી હતી. તેના અનુસાર જ્યારે તે પહોંચી તો જોયું કે ત્યાં ફક્ત બાબુરાજ અને તેમના આસિસ્ટન્ટ જ હાજર છે. જ્યારે એક્ટરે એમ કહ્યું હતું કે ઘરે ડાયરેક્ટર, સ્ક્રિપ્ટ રાઈટર અને પ્રોડક્શન કંટ્રોલ પણ હાજર રહેશે.

એક્ટ્રેસે જણાવ્યું કે બાદમાં બાબુરાજ તે રૂમમાં ઘુસ્યા જ્યાં તે આરામ કરી રહ્યા હતા. તે સમયે તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને તેમનું યૌન શોષણ કર્યું. મહિલાએ જણાવ્યું કે, જ્યારે હું તેના ઘરે પહોંચી તો ત્યાં ફક્ત બાબુરાજ અને તેમના આસિસ્ટન્ટ જ હતા. તેણે મને આરામ કરવા માટે રૂપ આપ્યો. થોડા સમય બાદ તેણે દરવાજો ખખડાવ્યો. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો તે રૂમમાં ઘુસી ગયો અને દરવાજો બંધ કરી દીધો. અપશબ્દોનો ઉપયોગ કર્યો અને મને પકડી લીધી અને મારી યૌન શોષ કર્યું. મેં ત્યારે કોઈને ફરિયાદ ન કરી કારણ કે તે એક ફેમસ એક્ટર છે મને કોઈનો સપોર્ટ પણ ન મળ્યો.

તેણે આગળ જણાવ્યુ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારનો દુર્વ્યવહાર થતો રહે છે. મહિલાઓને મોટાભાગે પુછવામાં આવે છે કે શું તે રોલ મેળવવા માટે કોમ્પ્રોમાઈઝ કરવા માટે તૈયાર છે કે નહીં. મહિલાએ જણાવ્યું કે બાબૂરાજના સામે તેણે ડરના કારણે ફરિયાદ ન નોંધાવો.

કારણ કે તેને લાગ્યું કે આવી ઘટનાઓથી પીડિત મહિલાઓને કોઈ સપોર્ટ નથી કરતું. પરંતુ બાદમાં કોચીના ડીસીપી સાથે વાત કરી. તેમણે ફરિયાદ કરવાની સલાહ આપી હતી. પરંતુ તેમ છતાં તેમણે આ સમયે કાયદાકીય કાર્યવાહી ન હતી કરી.