મુંબઇ, દર્શન જરીવાલા પર છેતરપિંડીના આરોપ કર્યા છે, જેમની વિરુદ્ધ હવે તેઓ લીગલ ઍક્શન લેવાના છે. આ મહિલાએ જણાવ્યું છે કે તે દર્શનના બાળકની મા બનવાની છે. એ બન્નેએ ગંધર્વ વિવાહ કર્યા છે. ગંધર્વ વિવાહનો અર્થ થાય છે અગ્નિના ફેરા અને વિધિવિધાન વગર પરસ્પર સમજૂતીથી એકબીજાને પતિ-પત્ની તરીકે સ્વીકાર કરવો.
સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિએશન (સીઆઇએનટીએએ-સિન્ટા)માં જઈને મહિલાએ ફરિયાદ કરી છે અને પોતાની આપવીતી સંભળાવી છે. સાથે જ તેણે સિન્ટાને વિનંતી કરી છે કે અસોસિએશનના અધિકારિક પદ પરથી દર્શનને હટાવવામાં આવે. આ મામલાને જોતાં સિન્ટાએ એને દર્શનનો વ્યક્તિગત મામલો ગણાવ્યો છે. સોશ્યિલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર સિન્ટાએ લખ્યું કે ‘મિસ્ટર દર્શન જરીવાલા પર જે આરોપ લગાવવામાં આવ્યા છે એના પર તપાસમાં જાણ થઈ છે કે આ તેમનો વ્યક્તિગત મામલો છે. સિન્ટા અને એના સહયોગીની એમાં કોઈ ભૂમિકા નથી. મિસ્ટર જરીવાલા એ બાબતની લીગલ ઍક્શન લેશે.’
બીજી તરફ દર્શન જરીવાલાના વકીલ સવીના બેદી સચ્ચરે કહ્યું કે ‘જ્યાં સુધી અપરાધ સાબિત ન થાય ત્યાં સુધી દર્શન જરીવાલાને લઈને કોઈ ધારણા ન બાંધવી જોઈએ. ખોટા આરોપના આધારે લોકોને, ખાસ કરીને પબ્લિક ફિગરની છબિને ખરડવાના પ્રયાસ કરવામાં આવે છે. દર્શન જરીવાલા આ મુદ્દાને લઈને કાયદાકીય લડત આપવા તૈયાર છે.’