દાહોદ,
દાહોદ જિલ્લામાં હાઈવે લુંટના બનેલ બનાવો શોધી કાઢવા તેમજ જિલ્લા તથા જિલ્લા બહાર લુંટ, ધાડ, તેમજ ધરફોડ ચોરી, શરીર સંબંધિ ગંભીર પ્રકારના ગુનાઓમાં તેમજ દારૂ તથા અન્ય ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા માટે એસ.પી.બલરામ મીણાએ એલ.સી.બી.ટીમને સુચના અને માર્ગદર્શન કર્યુ હતુ. જે અનુસંધાને એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ.એમ.કે.ખાંટની સુચના મુજબ એલ.સી.બી.સ્ટાફની ટીમ દાહોદ ડીવીઝન વિસ્તારમાં કાર્યરત કરી હતી. તે દરમિયાન મઘ્યપ્રદેશ રાજય મેઘનગર પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી બોરખેડા ગામના પ્રવિણ રમેશ માવી તેના ધરે આવ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે આયોજનબદ્ધ વોચ ગોઠવી આરોપી પ્રવિણ રમેશ માવીને એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડ્યો હતો અને આ આરોપી પ્રવિણ માવીને મેઘનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.