એમ.પી.માછલીયા ધાટ ઉપરથી પસાર કરવામાં વાહનચાલકોને પાંચ મિનીટનો સમય લાગશે

દાહોદ, દાહોદ-ઈન્દોૈર હાઈવે પર મઘ્યપ્રદેશમાં આવેલા માછલીયા ધાટ ઉપર બનાવેલા નવા ફોરલેન ઉપર 20 ડિસેમ્બરથી ટ્રાફિક શરૂ કરી દેવાયો છે. પહેલા અડધા કલાકમાં પસાર કરાતો ધાટ સેકશન હવે પાંચ મિનિટમાં પસાર કરી લેવાતો હોવાના કારણે વાહનચાલકોને રાહત થઈ છે. એક સમયે રાતના સમયે બિહામણો અને પસાર થવામાં ભયભીત કરી મુકે તેવો ધાટનો નજારો રાતના સમયે સુંદર નજરે પડે છે. ધાટ ઉપર બનાવવામાં આવેલા ઉંચા બ્રિજ ઉપર લાઈટીંગથી તેની સુંદરતા વધવા સાથે લુંટફાટના ભયમાંથી પણ મુક્તિ મળી છે. આ ધાટમાં ભુતકાળમાં લુંટો થતી હોવાથી પોલીસ સાથે પસાર કરવો પડતો હતો. ઉલ્લેખનિય છે કે,ઝાબુઆથી માંડીને ઈન્દોૈર સુધીના 155 કિ.મી.ના આ હાઈવે ઉપર 16 કિ.મી.નુ નવુ નિર્માણ કરાયુ છે. એનએચઆઈએ સમારકામ કરાવ્યુ પણ કેટલાક ભાગમાં પસાર થવામાં ચાલકોને તકલીફ થઈ રહી છે. ઝાબુઆથી ઈન્દોેર સુધીના 300 રૂપિયા ટોલટેક્ષ છે. માછલીયા ધાટ એનએચએઆઈને સોંપ્યા બાદ ટોલમાં વધારો પણ થઈ શકે છે.