મધ્યપ્રદેશ માં કાગડાઓ માટે પાર્ક બનાવાયું,જલેબી કચોરી સહિતના પકવાન પિરસવામાં આવે છે


વિદિશા,
પિતૃ પક્ષમાં દરેક કોઇ કાગડા માટે ભોજન અલગ કાઢે છે માન્યતા છે કે જો કાગડાને ભોજન આપવામાં આવે તો તેનાથી પિતૃઓની આત્મા તૃપ્ત થઇ જાય છે પરંતુ કંક્રીટના વધતા જંગલોના કારણે કાગડાઓ લુપ્ત થઇ રહ્યાં છે આવામાં તેમને બચાવવા માટે મધ્યપ્રદેશના વિદિશામાં એક અનોખી પહેલ કરવામાં આવી છે.

અહીં મુક્તિધામમાં કાગ ઉદ્યાન બનાવવામાં આવ્યું છે.અહીં આ પક્ષીઓને સમોસા,જલેબી,કચોરી અને બિસ્કીટ વગેરે અલગ અલગ જગ્યા પર પિરસવામાં આવે છે કેટલાક વર્ષોથી આ મુક્તિધામના કાગ ઉદ્યાનની ચર્ચા દુર દુર સુધી થઇ રહી છે તેને બનાવવાનો વિચાર શહેરના એક સમાજસેવી મનોડ પાંડેને આવ્યો હતો.

મનોજ પાંડેએ કહ્યું કે શહેરમાં કાગડાની સંખ્યા દિવસે દિવસ ઓછી થતી જાય છે સ્થિતિ એ છે કે શ્રાદ્ધના દિવસોમાં પણ કાગડા શોધતા પણ મળતા નથી ત્યારે તેને આવો પાર્ક બનાવવાનો વિચાર આવ્યો તેમને મુક્તિધામની આસપાસ કાગડા જોવા મળતા હતાં આથી તેમણે અહીં જ કાગ ઉદ્યાન બનાવ્યું.

મુક્તિધામના સચિવ મનોજ પાંડે બતાવે છે કે લોકોને મુક્તિધામને લઇ ખુબ ભ્રમણા છે હું આ ભ્રમણાને દુર કરવા ઇચ્છતો હતો આથી મેં નક્કી કર્યું કે હું દરરોજ મુક્તિધામ જઇશ.હું એક બ્રાહ્મણ પરિવારથી આવું છું અને જનોઇધારી છું મુક્તિધામ આવવા માટે જનોઇ પણ ઉતારવી પડે છે. હું મુક્તિધામ દરરોજ આવું છું અને ત્યાં આ રીતની સેવા કરૂ છું તો મને બધા કહે છે કે પાગલ થઇ ગયો છે પરંતુ હું જનોઇ ઉતારી અહીં આવવા લાગ્યો અને સમાજના બીજા લોકોને પણ મારા આ મિશનમાં જોડતો રહ્યો અને ધીમે ધીમે શહેરના લોકોને મુક્તિધામ અને કાગ ઉદ્યાનની વ્યવસ્થા પસંદ આવવા લાગી અને લોકો અહીં આવતા થયા અને રસ્તામાં જે પણ દુકાન આવે તેમાંથી કાગડાઓ માટે જલેબી સમોસા કચોરી બિસ્કીટ નમકીન સહિત જેને જે આપવું હોય તે દરરોજ મને આપે છે અને હું કાગડાઓને ખવડાવું છું.શહેરના લોકોનું કહેવુ છે કે કાગ ઉદ્યાન બનવાથી શહેરને ઇકો સિસ્ટમ પણ ખુુબ હદ સુધી યોગ્ય થઇ છે.