દેવગઢ બારીયા ની એમ સી મોદી હાઇસ્કુલ દ્વારા 40 જેટલી વિદ્યાર્થીનીઓને ટેમ્પામાં ઘેટા બકરાની જેમ ભરી જોખમી પ્રવાસ કરાયો.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા એમ.સી.મોદી હાઈસ્કુલ ની વિદ્યાર્થીઓને એન એસ એસ કેમ્પમાં લઈ જવા માટે છોટા હાથી જેવા ટેમ્પા નો ઉપયોગ કરવામાં આવતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.

દેવગઢ બારીયાની એમ.સી.મોદી હાઇસ્કુલની વિદ્યાર્થીઓને એન એસ એસ કેમ્પ માટે ભુવાલ જવાનું હોય શાળાના શિક્ષકો દ્વારા હાઈસ્કૂલ થી 40 જેટલી વિદ્યાર્થીઓને છોટાહાથી ટેમ્પોમાં ઘેટા બકરાની જેમ ભરીને લઈ જાય રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા થોડા સમય પહેલા શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વડોદરામાં હરણી બોર્ડકાંડમાં માસુમ બાળકીઓના કરૂણ મોત નીપજવા ની ઘટના બની હતી તેમ છતાં શાળાના શિક્ષકોએ ગંભીરતાથી અને લીધી નથી પરિણામે દેવગઢ બારીયા એમપી મોદી હાઇસ્કુલ ની 40 વિદ્યાર્થીઓને જોખમી પ્રવાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ અને દાહોદ જિલ્લા કલેકટર દ્વારા શાળાના આ જોખમી પ્રવાસ કરાવવા માટે શાળાઓને સૂચન કરી કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું.