
અમરેલી, અમરેલીના લુણીધાર ગામે કેન્ડી ખાધા બાદ ફ્રૂડ પોઈઝનિંગ થતા તમામ લોકોને સારવાર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યારે હાલ સિવિલમાં તમામની સારવાર ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
ઉનાળો શરુ થતાની સાથે જ લોકો ઠંડા પીણા, આઈસ્ક્રીમ, કેન્ડી તેમજ બરફ ગોળા ખાવા લારીઓ પર ઉમટી પડતા હોય છે. ત્યારે અમરેલીના લુણીધાર ગામે કેન્ડી ખાધા બાદ ૨૬ વ્યક્તિઓને ફ્રૂડ પોઈઝનિંગ થતા તેઓને તાત્કાલી સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ૨૬ વ્યક્તિઓ દ્વારા બપોરે કેન્ડી ખાધા બાદ રાત્રિનાં સુમારે અચાનક તબીયત લથડતા દોડધામ થઈ જવા પામી હતી.
કેન્ડી ખાધા બાદ અચાનક જ ૨૬ વ્યક્તિઓની તબીયત ખરાબ થતા તમામને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં હાલ તમામ લોકોની સિવિલમાં સારવાર ચાલુ હોવાની માહિતી મળી રહી છે.