મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં સોસાયટી વિસ્તાર સહિત રહેણાંક વિસ્તારમાં જયાં જોવો ત્યાં બહુમાળી ધાબા બંધી મકાનો પરથી જેટકો કંપનીની નિગરાની હેઠળ ઈલેકટ્રીક 66 કેવી હાઈટેન્શન લાઈનો જઈ રહી છે. મકાનોના ધાબા ઉપરથી હાઈટેન્શનના મોટા મોટા વીજ વાયરો અડકી રહ્યા જેથી અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. તો કયાં વરસાદી માહોલથી ઈલેકટ્રીક સોટ લાગવાથી અતિ ગંભીર થઈ રહી છે.
લુણાવાડા નગર ખાતે આવેલ મહી સોસાયટીમાં એક સરકારી નોકરી કરતા કર્મચારી ઈલેકટ્રીક હાઈટેન્શન લાઈનથી કરંટ લાગતા અતિ ગંભીર હાલત થઈ હતી. શરીરના મોટાભાગે દાઝી જવાથી સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. એમજીવીસીએલ સહિત નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરવામાં આવી ત્યારે અધિકારીઓ એકબીજાને ખો આપી પોતાનો સ્વબચાવ કરતા જોવા મળ્યા. જેટકો કંપનીની હાઈટેન્શન લાઈનમાં કંપની અધિકારીઓ મકાન માલિકોને કલેકટર નગરપાલિકા સહિત એમજીવીસીએલના અધિકારીને મકાનનુ બાંધકામ ન થાય તે હેતુથી નોટિસો આપવામાં આવી છે. એમજીવીસીએલના અધિકારી કેવી રીતે ઈલેકટ્રીક લાઈન આપી મીટરો લગાવી રહ્યા છે. આ અંગે પુછતા નગરપાલિકા દ્વારા આકારણી કરવામાં આવે છે. તેના આધારે મીટરો આપવામાં આવી રહ્યા છે. પરંતુ જેટકો કંપનીના અધિકારી દ્વારા એમજીવીસીએલને નોટિસ આજદિન સુધી આપી નથી તેવુ જણાવી રહ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર નરેશ મુનીયા સાથે વાત કરતા અમને પણ નોટિસ મળી નથી અને બાંધકામની મંજુરી બાદ આકારણી નગરપાલિકા આપતી હોય તેવુ જણાવી રહ્યા છે. ત્યારે આ ત્રણે મુખ્ય અધિકારી એકબીજાને ખો આપી જવાબદારીમાંથી છુટી રહ્યા છે ત્યારે લોકોના જીવ જોખમમાં મુકાયા છે.