મહીસાગર જીલ્લામાં આવેલ લુણાવાડા તાલુકાના માળીયા ગામ આવેલ છે, તે ગામમાં આશરે 15 વર્ષથી સરકારી જમીન પર આરોગ્યને ધ્યાનમાં રાખીને સબ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ સબ સેન્ટર કોઈપણ પ્રકારના ઉપયોગ વગર હાલમાં ખંડેર અવસ્થામાં આવી ગયું છે. નથી તો સરકારના અધિકારીઓ દ્વારા તેનો સમારકામ કરાવવામાં આવતું નથી કે પછી નવું બાંધકામ કરવામાં આવતું . હાલમાં આ ગામમાં સીએચસી સેન્ટર અને અન્ય આરોગ્ય માટેના સેન્ટરો ને ભાડા પર રાખવામાં મજબુર બન્યા છે તો શું સરકાર ના અધિકારીઓ દ્વારા આ ગામમાં ક્યારેય આવ્યા જ નહીં હોય કે પછી અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરીને નીકળી ગયેલ હોય. હવે આ ખંડેર અવસ્થામાં આવેલ હેલ્થ સબ સેન્ટરનું નવીનીકરણ કરવામાં આવશે કે શું? કે આ ખંડેર અવસ્થામાં હેલ્થ સબ સેન્ટર માં કોઈ મોટી જાનહાની થાય તેની રાહ જોવામાં આવી રહી છે. ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં આ ગામમાં હજુ નવીન બાંધકામ કે જૂના સબ સેન્ટર નું સમારકામ કરવામાં આવતું નથી તો ગ્રામજનો દ્વારા હવે ઉગ્ર આંદોલન ની ચીમકી આપી હતી. હવે જોવું રહ્યું કે આ સેન્ટરને ક્યારે તેનો સમારકામ થાય કે પછી નવા નવીન બાંધકામ કરવામાં આવે તે જોવું રહ્યું.