લુણાવાડા વિધાનસભાના ભાજપના 27 હોદ્દેદાર અને કાર્યકરો સસ્પેન્ડ બાદ જિલ્લા ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરાયા

લુણાવાડા,

મહિસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભા બેઠકના ભાજપના 27 હોદ્દેદારો અને કાર્યકર્તાઓને પાર્ટી વિરુદ્ધ કામગીરી કરતા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

લુણાવાડા વિધાનસભા બેઠકના ભાજપ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પાર્ટી વિરુદ્ધ પ્રચાર-પ્રસાર કરતા હોય તે માટે 27 હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લુણાવાડા ભાજપના જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા પક્ષ વિરુદ્ધ પ્રચાર કરતા હોવાના વીડિયો-ફોટોના આધાર પુરાવા મળ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.