લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ખીસ્સા માંથી મોબાઈલ પડી જતા ગણતરીના કલાકમાં મુળ માલીકને મોબાઈલ પરત અપાવતા સહરાનીય કામગીરી.

લુણાવાડા, મહિસાગર જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક જે.જી.ચાવડાનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નેત્રમ કંટ્રોલ દ્વારા લુણાવાડા શહેરમાં લાગેલ સીસીટીવી કેમેરા લાગેલ હોય અરજદાર દલપતભાઈ મંગળભાઈ પરમાર રહે ચારણગામ લુણાવાડાનાઓના તા. 08/01/2024 ના 02:30 વાગે બેંક ઓફ બરોડા ખાતે આવેલ તે દરમ્યાન ખીસ્સા માંથી મોબાઈલ પડી જતા તેની જાણ થતા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી અરજી આપતા CCTV Camera ચેક કરતા લીલાવતી હોસ્પિટલ પાસે મોબાઈલ પડતા ફુટેજમાં જણાય આવતા તેમજ અજાણયા ઇસમ મોબાઈલ લઇ જતા જોવા મળેલ જે ઇસમની બાઇક નંબર પરથી લુણાવાડા ટાઉન પોઇન્સ એ.એન.નિનામાં તથા તેમના પોલીસ સ્ટાફ દ્વારા બાઇક ઇસમ પાસેથી અરજદારનો મોબાઈલ પરત અપાવેલ જે મહીસાગર પોલીસ દ્વારા પોતાનો મોબાઈલ પરત અપાવવા માટે કરેલ તાત્કાલીક કાર્યવાહીથી પ્રભાવિત થઇને દલપતભાઈ મંગળભાઈ પરમારનાઓએ મહીસાગર પોલીસનો હૃદયપુર્વક આભાર વ્યકત કર્યો હતો.