લુણાવાડા તાલુકા પંચાયતના બીજેપીના શાસક્ષ પક્ષના નેતા જિલ્લા ભાજપ પ્રમુખ વિરોધમાં ભાષણ કરતા ભાજપ માંથી સસ્પેન્ડ

  • પક્ષ વિરૂદ્ધ કામ કરતા મોટા નેતાઓ બચી જાય છે , અમે નાના કાર્યકર્તાઓનું બાળ મરણ થાય છે.

લુણાવાડા,

મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના માન્ય પક્ષોના અને અપક્ષ મળીને કુલ 8 ઉમેદવાર મેદાને પડ્યા છે. વર્ષ 2017 ની ચૂંટણી સાથે સરખામણી કરીએ તો પક્ષ નહીં પરંતુ અપક્ષ મજબૂત દેખાઈ રહ્યું છે. 2017 માં લુણાવાડા વિધાનસભા અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડ વેજેતા થાય હતા. ત્યારે હાલ 8 માંથી ત્રણ અપક્ષ ઉમેદવારો મેદાને છે. જેમાં ત્રણ ટર્મ જિલ્લા ભાજપના પ્રમુખ રહેલા અને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે.પી.પટેલ ગર્ભશ્રીમંત છે. તો બીજી તરફ 88 કરોડની પ્રોપર્ટી બતાવનાર એસ.એમ. ખાંટ અપક્ષ ઉમેદવારી નોંધાવતા બંને ઉમેદવાર સક્ષમ હોવાથી પક્ષોના ઉમેદવારોમાં ગભરાહટ જોવા મળી હતી. તો બીજી તરફ અપક્ષના ઉમેદવાર જે.પી. પટેલની પ્રચાર સભામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા શાસક્ષ પક્ષના નેતા અજય દરજી દ્વારા જાહેરમાં જિલ્લા ભાજપ પ્રમુખના વિરોધમાં ભાષણ અને અપક્ષનો પ્રચાર કરતા ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો. ત્યારે પાર્ટી વિરૂદ્ધ કામ કરતા હોદ્દેદારો ને ઠેરઠેર સપેન્ડ કરવામાં આવ્યા બાદ અજય દરજીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સર્વે મુજબ લુણાવાડા સીટ પર ભાજપના 90 ટકા કર્યાકર્તાઓ અને ત્રણે સીટો પર જિલ્લાના મોટા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અપક્ષના ટેકમાં કાંતો પક્ષ વિરોધી કાર્યકર્તા હોઈ તેવું દેખાઈ રહ્યું છે. જેથી મુખ્ય ત્રણે પક્ષોને નુકશાન છે. ત્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી સમયે મોટા નેતાઓએ પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ હતી અને નાના કાર્યકર્તાઓનું બાળ મરણ થયું હતું. ત્યારે આ વખતે મોટા ગજાના નેતાઓ એક રહી ને કાર્યવાહીથી બચી જાય છે કે કાર્યવાહી થશે એ જોવાનું રહ્યું.