લુણાવાડા તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં ચાલતું લોલમપોલ, ભૂલકાઓન મોંમાંથી છીનવાતો કોળિયો :ગળ્યા પુલ્લ, ઈડલી, દૂધીના ઢેબરા અને મુઠીયા આજદિન સુધી મોટા ભાગની આંગણવાડી કેન્દ્રમાં બન્યા જ નથી
લુણાવાડા તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં ચાલતું લોલમપોલ, ભૂલકાઓન મોંમાંથી છીનવાતો કોળિયો :ગળ્યા પુલ્લ, ઈડલી, દૂધીના ઢેબરા અને મુઠીયા આજદિન સુધી મોટા ભાગની આંગણવાડી કેન્દ્રમાં બન્યા જ નથી
દર મહિને ફ્રૂટ સહીતના અન્ય ચીજ વસ્તુઓના બીલો ખોટે ખોટા પાસ કરવામાં આવે છે. લુણાવાડા, મહીસાગર જિલ્લના લુણાવાડા તાલુકાની આંગણવાડી કેન્દ્રો પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં પણ તંત્રની બેદરકારીના કારણે તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં લોલંપોલ જોવા મળી રહ્યું છે. આંગણવાડીઓ સમયસર ખુલતી ન હોવાની તો મોટાભાગેની આંગણવાડીઓમાં તેડાગર બહેનો જ કામકાજ સાંભળતી હોવાનું જાણવા મડ્યું છ. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં 0 થી 5 વર્ષના બાળકોને પૌષ્ટિક આહાર,કુપોષણ અને અક્ષર જ્ઞાન મળે તે માટેના હેતુથી ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કરાયા હતા, પરંતુ આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્રોના નાના બાળકોને પૌષ્ટિક આહાર સહિતની વસ્તુઓથી વંચિત રહેવું પડે છે. સવારના 9:30 થી 3 વાગ્યા સુધી આંગણવાડી કેન્દ્રો ખુલ્લા રાખવાના હજોય છે, પરંતુ મોટા ભાગના કેન્દ્રો સમયનું પાલન થતું ન હોવાનું જોવા મળી રહ્યું છે. બાળકોને ગળ્યા પુલ્લ, ઈડલી, દૂધીના ઢેબરા અને મુઠીયા સહીત અન્ય પૌષ્ટિક આહારનું વિતરણ કરવાનું હોય છે, પરંતુ મોટા ભાગની આંગણવાડી કેન્દ્રો પર સૂકો લીલો નાસ્તો અને બિસ્કિટ જ આપવામાં આવે છે અને દર મહિને ખોટે ખોટા બીલો મુકવામાં આવે છે જેથી લુણાવાડા તાલુકાના જાગૃત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને જિલ્લા તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા આકસ્મિક મુલાકાત લઈ યોગ્ય તાપસ કરકામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. બોક્ષ:- ગળ્યા પુલ્લ, ઈડલી, દૂધીના ઢેબરા અને મુઠીયા સહીત અન્ય પૌષ્ટિક આહાર નહીં આપતો હોય તો નહીં બનાવતા હોય જોઈને બનાવતા કરીશું. અને કાર્યકરોની જગ્યાએ તેડાઘરો કામ કરતી હોય તો સઘન વિઝીટ કરી જે કઈ ભૂલ જોવા મળે એ બાબતે નોટિસ આપી કામ કરતા થાય તેવા પ્રયત્નો કરીશ.,કાશીબેન પટેલ, લુણાવાડા તાલુકા CDPO.