લુણાવાડા તાલુકાના સાલાવાડના મહિલા તલાટી અરજદાર પાસેથી 10 હજારની માંગણી કરતાં વિડીયો વાયરલ

  • મહિલા તલાટી વિડીયોમાં 10 હજારની માંગણી કરી તાલુકાના અધિકારીઓને આપવાની વાત કરતાં જણાયા.

ગોધરા,

લુણાવાડા તાલુકાના અરજદાર પાસેથી 10 હજારની લાંચ માંગતો હોય તેવો વિડીયો વાયરલ થતાં ખડભડાટ થઈ જવા પામ્યો છે.

લુણાવાડા તાલુકાના સાલાવાડ ગ્રામ પંચાયતના મહિલા તલાટી કમ મંત્રી સામે અરજદારને તેમના ખેતરમાં બોર મોટર થયેલ હોય અને તેના બીલ પાસ કરવા માટે 10 હજાર રૂપીયાની લાંચ માંગવા માટે ખુલાસો પુછતા સરપંચ દ્વારા તમારા ખેતરમાં બોર મોટર થયેલ છે. તેના 10 હજાર રૂપીયા તમારી પાસેથી લેવાનું કહ્યું છે. અરજદાર 10 હજાર જેવી માતબર રકમની માંગણીને લઈ વિરોધ કરતાં મહિલા તલાટી અરજદારને 10 હજાર રૂપીયા મારે નથી લેવાના મારે તાલુકામાં અધિકારીઓને બીલ પાસ કરવા માટે આપવા પડે છે. ત્યારે રકઝક બાદ અરજદાર સાથે 7 હજાર રૂપીયા લાંચ લેવાનું નકકી કરતો મહિલા તલાટીનો વિડીયો દેખાઈ રહ્યો છે. મહિલા તલાટી અરજદાર પાસે જાહેરમાં લાંચની માંગણી કરવાની હિંમત એવા કયાં અધિકારીઓના તેમની ઉ5ર ચાર હાથ હશે કે આટલી હિંમત રાખીને લાંચની માંગણી કરતા હશે તેવી ચર્ચા વિડીયો વાયરલ થયા બાદ ચર્ચા થઈ રહી છે.