લુણાવાડા તાલુકાના નવી શીગ્નલી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

  • સંકલ્પ રથ યાત્રામાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ એનાયત કરાયા
  • ગ્રામજનોએ 2047 સુધી ’વિકસિત ભારત’ બનાવવા અંગેની પ્રતિજ્ઞા લીધી

લુણાવાડા, મહીસાગર જીલ્લાનાગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ – રથયાત્રા ગામેગામ ભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપે લુણાવાડા તાલુકાના નવી શીગ્નલી સરસ્વતી વિદ્યાલય ખાતે યાત્રા ઇન્ચાર્જ મુળજીભાઈ રાણા, અગ્રણી વિજયસિંહ, બાબુભાઈ, નાબાર્ડ મેનજર રાજેશ ભોંસલે, એલડીએમ પરેશ બારોટ, વહીવટદાર, તાલુકા ભાજપ મહામંત્રી દિલીપ પટેલ, ટીપીઓ મહેશભાઈ આચાર્ય સતીશભાઈ સહીત ઉપસ્થિત મહાનુભાવોએ સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભો લેવા અનુરોધ કર્યો હતો. આ સંકલ્પ રથ યાત્રા નવી શીગ્નલી ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના સ્વાગતગીત રજુ કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ એનાયત કરવામાં આવ્યા હતાં. મેરી કહાની, મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સફળતાની વાર્તાઓ રજૂ કરીને સૌને લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતાં આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામુલ્યે સારવાર કેમ્પનો ગામલોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. તેમજ આંગણવાડીની બહેનો દ્વારા મિલેટસમાંથી બનાવેલી વાનગીઓ, ફળ-શાકભાજી તેમજ હલકા ધાન્યની સમજ આપતા સ્ટોલ પરથી તેના મહત્વ અંગેની જાણકારી પુરી પાડી હતી. આ તબક્કે ઉપસ્થિત ધરતી પુત્રોને ડ્રોન દ્વારા ખેતીમાં કેવી રીતે દવાનો છંટકાવ કરી શકાય તે માટે ઉપસ્થિત ખેડૂતો ગ્રામજનોએ માહિતી મેળવી હતી. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી, અને 2047 સુધી ’વિકસિત ભારત’ બનાવવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના અંતે મહાનુભવોએ વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા વિવિધ વિભાગના સ્ટોલનું નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે સરસ્વતી વિદ્યાલય તેમજ પ્રાથમિકશાળા પરિવાર,ખેતીવાડી, આરોગ્ય, આઈસીડીએસ સહીત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.