લુણાવાડા તાલુકાના ખારોલ ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નાગરિકોને વિવિધ યોજનાથી લાભાન્વિત કરાયા

મહીસાગર, લુણાવાડા તાલુકાના ખારોલ ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગ્રામજનોને યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા.

અગ્રણીઓએ સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા ગ્રામજનોને જણાવ્યું હતું કે, સરકારી યોજના સુધી સરળતાથી પહોંચી શકે તેઓ જાગૃત થાય તે માટે આ રથ ગામે ગામ ફરીને લોકોને ઘરઆંગણે લાભ આપી રહ્યો છે.

કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય વિકસિત ભારત સંકલ્પની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ગામ અગ્રણીઓ,અધિકારીઓ,કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.