લુણાવાડા તાલુકાના જેસિંગપુર ગામના આરોપીને 14 વર્ષની સગીરાને ભગાડી જવાના ગુન્હામાં પોકસો એકટ હેઠળ ર0 વર્ષની સખત કેદ

લુણાવાડા,લુણાવાડા તાલુકાના જેસિંગપુર ગામના આરોપીને 14 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જવાના ગુન્હામાં મહીસાગર લુણાવાડાના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ ર0 વર્ષ ની સખત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે.

કેસની વિગત મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જેસિંગપુર ગામના આરોપી પ્રવીણ રાયસિંગ નાયક ઉ.વ. 24 સને 2022માં 14 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ યોન શોષણ કરેલ હોય આરોપી વિરૂધ્ધ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો.કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ શરૂ થયો હતો. આરોપી વિરૂધ્ધ સદર કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ જે.એન. વ્યાસએ આરોપી પ્રવીણ રાયસિંગ નાયકને 20 વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો વધુમાં કોર્ટ દવારા કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને ભોગ બનનારને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ પણ કરાયો છે.