લુણાવાડા શિવશક્તિ સોસાયટી ખાતે મફત સર્વરોગ આયુર્વેદિક/હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ તથા રક્તદાન કેમ્પનુ આયોજન કરાયું

મહીસાગર,નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત કચેરી મહીસાગર લુણાવાડા દ્વારા સંચાલિત સરકારી આયુર્વેદ દવાખાનું ચાંપેલી અને સરકારી હોમીયોપેથી દવાખાનું બડેસરા, દ્વારા આયોજીત તથા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચેરી મહીસાગરના સહયોગથી મફત સર્વરોગ આયુર્વેદિક/હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ તથા રક્તદાન કેમ્પ(બ્લડ ડોનેશન કેમ્પ)નું આયોજન શિવશક્તિ સોસાયટી, ચાર કોશીયા નાકા લુણાવાડા ખાતે કરવામાં આવ્યું હતું

આ કેમ્પમાં શરીરની તમામ બિમારીઓ જેવી કે પેટના રોગો : અપચો, ભુખના લાગવી, પેટનો દુખાવો, એસીડીટી, ગેસ, કબજીયાત, આફરો, જૂનો મરડો તથા સ્ત્રીઓના રોગો: સફેદ પાણી પડવુ, માસિકને લગતી તકલીફો, વ્યંધત્વ તથા વાળના રોગો : વાળ ખરવા, ખોડો, અકાળે વાળ સફેદ થવા તથા સાંધના રોગો: સંધિવાત, કમરનો દુખાવો તથા જૂની બિમારીઓ : ડાયાબીટીઝ, થાઇરોઇડ, બી.પી ની બિમારી, હાર્ટને લગતી બિમારી, જૂનો તાવ, જૂની શરદી, ખાંસી, દમ ચડવો, જૂનો માથાનો દુખાવો, અને ચામડીના રોગો: ખસ, જુનુ ખરજવું, સોરાયસીસ જેવી તકલીફોનુ આયુર્વેદિક/હોમીયોપેથીક પધ્ધતી દ્વારા સંપૂર્ણ મફત નિદાન કરી મફત દવા આપવામાં આવી જેનો લાભ અનેક લાભાર્થીઓ લીધો .

આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિવર્ધક, અમૃતપેય, આયુર્વેદીક ઉકાળો તથા સંશમની વટી તથા આર્શેનીક આલ્બમ-30નું મફત વિતરણ કરવામાં આવ્યું પંચકર્મમાં આવતી વિશેષ સારવાર અગ્નિકર્મ કેમ્પ સ્થળ પર કરવામાં આવ્યું.

આ કેમ્પમાં જિલ્લા આયુર્વેદ અધિકારી મહીસાગર વૈદ્ય રણજીતસિંહ પુજાભાઈ, મેડીકલ ઓફીસર, સરકારી હોમીયોપેથીક ડો.રવીન્દ્રભાઇ પટેલ, મેડીકલ ઓફીસર સરકારી હોમિયોપેથીક દવાખાનું નાની સરસણ ડો.હરીશભાઈ બી.પટેલ, આયુષ તબીબ-અગ્નિકર્મ વૈદ્ય.આકાંક્ષા ચાવડા, વૈદ્ય.કિરણ પરમાર, આયુષ તબીબ-અગ્નિકર્મ વૈદ્ય. દેવદત શુકલા, આયુષ તબીબ-નસ્ય કર્મ વૈદ્ય.ઉત્સવ પટેલ, વૈદ્ય. મેહુલ ઉપસ્થિત રહ્યા હતા.