લુણાવાડા સંતરામપુર હાઇવે પર લુણાવાડા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં મહીસાગર એલ.સી.બી.એ બાતમીના આધારે રૂપિયા દસ લાખના વિદેશી દારૂ સાથે આઇસર ઝડપી રૂ. 23.48લાખનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ રેન્જ આઇ જી તથા મહીસાગર એસપીની સૂચના અનુસંધાને મહીસાગર એલ.સી.બી.ની ટીમ પ્રોહી ગુન્હા શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી તે દરમિયાનખાનગી બતમીદારથી બાતમી મળી હતી કે એક બંધ બોડીની આઇસર ટ્રક નંબર.GJ-08-AW-0911 માં ડ્રાઇવર કેબીનના પાછળના ભાગે બોડીમાં ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો ભરી સંતરામપુર તરફ થી લુણાવાડા તરફ જનાર છે તેવી બાતમી આધારે એલ.સી.બી.પી.આઈની સુચના મુજબ સ્ટાફ ટીમ સંતરામપુર લુણાવાડા હાઇવે રોડ ઉપર બાતમીવાળા વાહનની વોચમાં હતી તે દરમ્યાન રામ પટેલના મુવાડા ગામ નજીક બાતમી વાળી આઇસર ટ્રક સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવતી જોવા મળી હતી આ ટ્રકના ડ્રાઇવરે રોડ ઉપર દુરથી પોલીસને જોઇ જતા તેની આઇસર ગાડીને રોડ ઉપર ઉભી કરી અંધારાનો લાભ લઇ ને નાસી છૂટયો હતો.
દરમ્યાન આઇસર ટ્રકને ચેક કરતા ટ્રકનું ઉપરનુ કેબીન ખોલી કેબીનના ઉપરના ભાગે બોડીમાં જોતાં બોડીમાં વચ્ચેનો પતરાનો ભાગ કાપી ઢાંકણથી બંધ કર્યો હતો. આ ચોરખાનાનું પતરૂ ખોલી અંદર જોતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના પુઠાના બોક્ષ ભરેલો હોવાનું જણાતા આઇસર ટ્રકને લુણાવાડા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવી હતી,ત્યાં ટ્રકને ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 2137 કીંમત રૂપીયા10,27,360/ની મળી આવેલ હોય તથા આઇસર ટ્રકની કીંમત રૂપીયા.15,00,000/- મળી કુલ્લે રૂપીયા. 23,48,674/- ના મુદ્દામાલ સાથે ઝડપી લુણાવાડા તાલુકા પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.