મલેકપુર, 22 જાન્યુઆરીના શુભ દિવસે પ્રભુ શ્રીરામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થનાર છે, તે અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સૌને તીર્થસ્થળો અને મંદિરોની સાફસફાઈ કરવા આહ્વાન કર્યું છે. આજે લુણાવાડા રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી લુણાવાડા નગર ઘ્વારા મંદિરપરિસરની સાફ સફાઈ કરવામાં આવી. આ પ્રસંગે મહીસાગર જીલ્લા પૂર્વ પ્રમુખ જે.પી.પટેલ, જીલ્લા સંયોજક પ્રોફેસર હર્ષ દવે, લુણાવાડા શહેર પ્રમુખ હિમાંશુ શાહ, નગર પાલિકાના પૂર્વ પ્રમુખ બ્રિન્દાબેન શુક્લ, પૂર્વ કોર્પોરેટર કીર્તિ પટેલ, પૂર્વ કોર્પોરેટર કેતનભાઈ ડોડીયાર, બક્ષીપંચ મોરચા પ્રમુખ દિનેશ ડામોર, યુવા મોરચાના પ્રકાશભાઈ ભોઈ, ભુરીયાભાઈ ભોઈ, કલ્પેશ પટેલીયા કે.કે., ભુરીયાભાઈ પગી, જીજ્ઞેશભાઈ ભોઈ, કૌશિક ઠાકોર, દિનેશ ભરવાડ સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતા.