લુણાવાડા પોલીસને બાતમી મળી હતી કે, પટ્ટણ ગામના ઈસમ પાસે શંકાસ્પદ બાઈક છે. તેવી બાતમીના આધારે વેરી પુલ પાસે વોચ ગોઠવી ઈસમોને ઝડપી પાડવામાં આવેલ હતી. પકડાયેલ ઈસમોની પુછપરછ દરમિયાન બીજા મિત્રો સાથે મળી બાઇકો ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે ચોરીની 4 બાઈકો રીકવર કરી.
પ્રાપ્ત વિગતો મુજબ લુણાવાડા ટાઉન પોલીસે બાતમી મળી હતી કે, લુણાવાડાના પટ્ટણ ગામે રહેતા પ્રદિપકુમાર રમેશભાઈ માછી પાસે શંકાસ્પદ બાઈક છે. બાતમીના આધારે વેરી પુલ પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ બાઈકને ઉભી રખાવી હતી. ચેસીસ નંબર અને એન્જીન નંબરની ઈ-ગુજકોપ મોબાઈલ પેકેટ કોપમાં તપાસ કરતા લુણાવાડા થી ચોરી થયેલ ન હોય જેથી વિશ્ર્વાસમાં લઈ પ્રદિપ માછી અને હાર્દિક સુરેશભાઇ માછીની પુછપરછ કરતાં તેઓએ અન્ય મિત્રો સાથે મળી અલગ-અલગ જગ્યાએથી બાઈકો ચોરી લાવી મિત્રોન ધરે સંતાડી રાખેલ હોય તેવી કબુલાત કરી હતી. પોલીસે ચોરીની 4 બાઈકો ઝડપી પાડવામાં આવી.