લુણાવાડા પાસે ર્માં નાગેણશ્ર્વરી માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સી.આર.પાટીલએ હાજરી આપી

લુણાવાડા,ર્માં નાગણેશ્ર્વરી માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા: સી.આર.પાટીલે કહ્યું સત્તામાં આવ્યા પછી સાંસદ રતનસિંહે મંદિર બનાવડાવ્યું છે, તેઓ પ્રામાણિકતાથી કામ કરશે કારણે કે હવે કુળદેવી જોઇ રહી છે.

પંચમહાલ લોકસભા બેઠકના સાંસદ રતનસિંહ રાઠોડે તેમના વતન મહીસાગર લુણાવાડા તાલુકાના લકડીપોયડા ગામ ખાતે કુળદેવી ર્માં નાગણેશ્ર્વરી માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ કર્યું છે. જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગઇકાલે યોજાયો હતો. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વિશેષ ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લાભ લઇ આરતી ઉતારી હતી. ધર્મમાં શ્રદ્ધાએ લોકોની સેવા કરવાના કાર્યમાં એ શક્તિ આપે છે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપતા જણાવ્યું હતું કે, કોઈ કાર્યકર્તા જ્યારે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાવે છે, ત્યારે ચોક્કસ પણે એ વ્યક્તિમાં વિશ્ર્વાસ કરી શકાય છે. કેમ કે કોઈ જ્યારે સત્તા પર આવે છે, ત્યારે એને આવું લાગે છે કે હું જ શક્તિશાળી છું મારે કોઈની જરૂર નથી. પરંતુ સત્તામાં આવ્યા પછી પણ એ ધર્મમાં શ્રદ્ધા રાખે, મંદિરની સ્થાપના કરાવે પ્રતિષ્ઠા કરાવે એજ બતાવે છે કે એને ધર્મમાં શ્રદ્ધા છે અને એ કોઈપણ કામ કરશે ત્યારે પ્રમાણિકતાથી કરશે. એના મનમાં એક ડર હશે, હું અનીતિ પર ન જાઉ નીતિ પર ચાલુ, જો હું અનીતિ કરીશ તો મને સજા મળશે, મારી કુળદેવી એ મને જોઈ રહી છે એ ભાવના જ્યારે હશે. ત્યારે એ ક્યાંય પણ અનીતિ નહીં કરે એના કારણે એના વિસ્તારના લોકો માટે ખૂબ સારૂં એ કામ કરશે. રતનસિંહજી ખૂબ સરળ વ્યક્તિત્વ છે અને તેમાં મંદિરમાં કુળદેવી માતાનો પ્રાણપ્રતિષ્ઠાકરીને આ ભવ્ય કાર્યક્રમ કરીને એમણે સાબિત કર્યું છે કે એમને ધર્મમાં શ્રદ્ધા છે અને ધર્મમાં શ્રદ્ધાએ લોકોની સેવા કરવાના કાર્યમાં એ શક્તિ આપે છે.સંતો, રાજકીય નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યાં.

આ અવસરે વિવિધ સંતો મહંતો, રાજ્યના શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર, દાહોદના સાંસદ, સાબરકાંઠાના સાંસદ, આણંદના સાંસદ, પાટણના સાંસદ સહિત વિવિધ વિધાનસભાનાધારાસભ્યો, મહીસાગર પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ, તાલુકા પ્રમુખ, પંચમહાલ રેન્જ આઈ.જી. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સહિત પદાધિકારીઓ હોદ્દેદારો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ધ્વજારોહણ રાસગરબા સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા અને પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.