લુણાવાડા પાલિકા વિસ્તારની ગટરલાઈનની હલકી કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ

લુણાવાડા,સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લુણાવાડા નગરપાલિકા દ્વારા લુણાવાડા મુકામે ગોધરા હાઈવે ઉપર માર્કેટિંગયાર્ડના દરવાજાથી પાનમ સ્મશાન સુધી 16 લાખથી વધુ રકમ ખર્ચ કરી પાંચસો મીટર લંબાઈની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી છે. ત્યારે આ ગટરનુ કામ કોન્ટ્રાકટર દ્વારા એકદમ હલકી કક્ષાનુ મજબુતાઈ વગરનુ કરવામાં આવ્યુ છે. અને આ ખરાબ કામનો ભોગ આજે એક આઈસર ટ્રક બની હતી. અને ટ્રક ડ્રેનેજ પરનો સ્લેબ પરથી પસાર થતા સ્લેબ તુટી જતા ટ્રક ઉંડી ગટરમાં ઉતરી ગઈ હતી.

લુણાવાડા-ગોધરા હાઈવે રોડની બાજુમાં બનેલ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ મજબુતાઈ વાળી બનવવાની ખુબ જ જરૂરી હતી કારણ કે, આ ડ્રેનેજ લુણાવાડા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડની બાજુમાં બની છે ત્યારે આ રોડ પરથી મોટી સંખ્યામાં ભારે વાહનો તેમજ અન્ય વાહનો પસાર થતા હોય છે. આ હલકી ગુણવત્તાવાળી ડ્રેનેજ પરથી પસાર થતાં વાહનો ડ્રેનેજ પરનો સ્લેબ તુટી જતા ઉંડી ગટરમાં ઉતરી ગઈ હતી. જોકે જાનહાનિ થઈ ન હતી. પરંતુ ટ્રકમાં નુકસાન થયુ હતુ જો કે કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા નગરપાલિકા મુખ્ય અધિકારી અને નગરપાલિકાના નવા નિમાયેલા વહીવટદાર દ્વારા ભ્રષ્ટાચાર આચરી હલકી કામગીરી કરનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે જેવી લોકોની માંગ વર્તાઈ હતી. નગરપાલિકાના ઓફિસર દ્વારા કોન્ટ્રાકટરનો બચાવ કરતા જણાવ્યુ હતુ કે, 10 ટન વજનની ક્ષમતાવાળુ ગટરનુ ઢાંકણુ પર 50 થી 60 ટનની માર્બલ ભરેલી વજનવાળી ટ્રક હોવાથી ઉતરી પડી છે જેવા લુલા બચાવ કરવામાં આવ્યો હતો પરંતુ આ વખતે માત્ર 10 ટન ભરેલી અઈસર આ જ ગટરમાં ધુસી જતા નગરપાલિકા પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.