લુણાવાડા પાલિકા વિસ્તારમાં મિલ્કતોમાં વધારો થયો છે. ત્યારે નાણાંકિય વર્ષ પુરૂ થયાને બે મહિના પછી પણ ધણી મિલ્કતોના વર્ષો જુના વેરા બાકી હોવાથી પાલિકા એકશન મોડમાં આવતા 10 દુકાનોને સીલ મારવામાં આવી હતી. લુણાવાડા પાલિકાની પણ સ્વભંડોળની મુખ્ય આવક મિલ્કત વેરા સહિતના વેરાની જ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રહેણાંક, કોમર્શિયલ, શહેરમાં ઓૈઘોગકિ સહિતની કુલ મિલ્કતો પાલિકાના ચોપડે લાખો બોલી રહી છે. પણ કેટલાક લોકોનો વર્ષોથી વેરો વધુ યા તો વેરો બેવડાયો હોવાનુ જાણવા મળેલ છે. ચાલુ વર્ષ સિવાય જુનો રૂ.4.48 લાખનો વેરો બાકી છે. જેને લઈ પાલિકા દ્વારા જે મિલ્કતોના વેરા બાકી છે તેને સીલ મારવાનુ નકકી કર્યુ છે. જેમાં પહેલા તબકકામાં 50 મિલ્કતોમાંથી 10 દુકાનોને સીલ મારવામાં આવી છે.
જેમાં ચારકોશીયા નાકાથી ધિરેન્દ્રસિંહજી માર્ગ ઉપર આવેલ સોલંકી લક્ષ્મીકુંવરબા યશવંતસિંહ વગેરેની માલિકીના કોમ્પ્લેક્ષના વર્ષો જુના બાકી વેરાને લઈ 10 દુકાનોને સીલ મારવામાં આવ્યા છે. તો બીજી તરફ પાલિકાના 8 વોર્ડના 8 કારકુન વેરા ઉઘરાવવા માટેનો મહેકમ છે. પરંતુ એક કારકુન છે તે સિવાય પણ અન્ય સ્ટાફની જગ્યાઓ ખાલી હોવાથી વિવિધ કામગીરી પર મોટી અસર પડી રહી છે. ત્યારે ચીફ ઓફિસર નરેશ મુનીયાએ જણાવ્યુ હતુ કે, 10 દુકાનો સીલ કરાઈ છે. અને જો વેરો નહિ આવે તો આગામી દિવસોમાં જેટલી મિલ્કતોના જુના વેરા બાકી છે દરેક મિલ્કતોને સીલ મારવામાં આવશે.