લુણાવાડા પાલિકાની ધોર બેદરકારીને લઈ ઢોરવાડામાં પુરેલા આખલાઓના મોત

લુણાવાડા પાલિકાની બેદરકારીના પગલે ઢોરવાડામાં જુલાઈ માસથી અત્યાર સુધીમાં પુરેલા 154 આખલાઓમાંથી ઢોરવાડામાં મુકેલા આખલાઓના મોત થયા છે. જોકે સ્થાનિક રહિશો 8 જેટલા આખલા પોષણ અને સુરક્ષાના અભાવે મૃત્યુ પામ્યા હોયા જણાવે છે. આ ઢોરવાડામાં અસહ્ય દુર્ગંધ અને ગંદકીના કારણે આસપાસ રહિશોને રહેવુ મુશ્કેલ બન્યુ છે.

ગત જુલાઈ માસથી લુણાવાડા નગરપાલિકાએ રાતના સમયે રસ્તા ઉપર રખડતા આખલાઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી. લાંબા સમયથી લુણાવાડા નગરમાં ઠેર ઠેર રખડતા ઢોરોને લઈ વાહનચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાતા હતા. મુખ્ય માર્ગો પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે. નગરના અનેક વિસ્તારોમાં અનેક વખત આખલા યુદ્ધ જોવા મળે છે. જેના કારણે રહિશો રાહદારોને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરતા હોય છે.

અનેક વખત સીસીટીવી તેમજ મોબાઈલ કેમેરામાં પણ ભર બજારે લડતા આખલાઓની અડફેટે કોઈના કોઈ આવી ન જાય તે માટે નાસ ભાગ મચી જતી હોય છે. આવી અનેક ફરિયાદો બાદ લુણાવાડા પાલિકાએ વિવિધ વિસ્તારોમાંથી અલગ અલગ દિવસે રાત્રિ દરમિયાન આખલાઓ પકડવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધી 154 જેટલા આખલાઓ પકડીને ઢોરવાડામાં પુરવાની કામગીરી હતી. સ્થાનિક રહિશોના જણાવ્યા મુજબ ઢોરવાડામાં પુરેલા આખલાઓની ખોરાક, ઝેરી જનાવરથી રક્ષણ તેમજ અસહ્ય ગંદકી વગેરે કારણોથી અનેક આખલા બિમાર પડ્યા છે.

8 જેટલા આખલા મૃત્યુ પામ્યા છે. જોકે પાલિકા પણ ત્રણ આખલા મૃત્યુ પામ્યા હોવાનુ સ્વિકારે છે. ઢોરવાડામાં મુકેલા મુંગા અબોલ પશુઓ ગોૈવંશની કાળજી ન લેવામાં આવતા નગરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.