લુણાવાડા નગરપાલિકા દ્વારા 16 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ગટર લાઈનમાં દર મહિને ચાર થી પાંચ ટ્રક ગુસી જતા ભ્રષ્ટાચારની બૂમ

  • આજે એક 10 ટનનું આઇસર ગુસ્યું આ અગાઉ પણ ચારથી પાંચ વાહનો ગટરમાં ઉતરી પડયા હતા.

લુણાવાડા,સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લુણાવાડા નગરપાલિકા દ્વારા લુણાવાડા મુકામે ગોધરા હાઇવે ઉપર માર્કેટિંગયાર્ડના દરવાજા થી પાનમ સ્મશાન સુધી 16 લાખથી વધુ રકમ ખર્ચ કરી પાંચસો મીટર લંબાઈની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી છે. ત્યારે આ ગટરનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ હલકી કક્ષાનું મજબૂતાઈ વગરનું કરવામાં આવ્યું છે અને આ ખરાબ કામનો ભોગ આજે એક આઇસર ટ્રક બની હતી અને ટ્રક ડ્રેનેજ પરનો સ્લેબ પરથી પસાર થતા સ્લેબ તુટી જતા ટ્રક ઊંડી ગટરમાં ઉતરી ગઈ હતી. લુણાવાડા ગોધરા હાઇવે રોડની બાજુમાં બનેલ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ મજબૂતાઇ વાળી બનવવાની ખુબજ જરૂરી હતી. કારણ કે, આ ડ્રેનેજ લુણાવાડા શહેર માંથી પસાર થતા નેશનલ હાઇવે રોડની બાજુમાં બની છે. ત્યારે આ રોડ પરથી મોટી સંખ્યામાં ભારે વાહન તેમજ અન્ય વાહનો પસાર થતા હોય છે. આ હલકી ગુણવત્તા વાળી ડ્રેનેજ પરથી પસાર થતા વાહન ડ્રેનેજ પરનો સ્લેબ તૂટી જતા ઉડી ગટરમાં ઉતરી ગઈ હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નહતી. પરંતુ ટ્રકમાં નુક્શા થયું હતું. જોકે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં નગરપાલિકા મુખ્ય અધિકારી અને નગરપાલિકાના નવા નિમાયેલા વહીવટદાર દ્વારા ભ્રષ્ટાચાર આચરી હલકી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે જેવી લોકોની માંગ વર્તતા હતી. બોક્ષ:-

10-03-23 ના રોજ દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ થતા CM ડેસ્કબોર્ડ અને કલેકટર દ્વારા જવાબ માંગતા નગરપાલિકાના ઓફિસર દ્વારા કોન્ટ્રાકટરનો બચાવ કરતા જણાવ્યું હતું કે, 10 ટન વજનની ક્ષમતા વાળું ગટરનું ઢાંકણું પર 50 થી 60 ટનની માર્બલ ભરેલી વજન વાળી ટ્રક હોવાથી ઉતારી પડી છે. જેવા લુલા બચાવ કરવામાં આવ્યો હતો પરંતુ આ વખતે માત્ર 10 ટન ભરેલી આઈસર આજ ગટરમાં ઘૂસી જતા નગરપાલિકા પર અનેક સવાલો ઉભા થયા છે. બોક્ષ:-

CM ડેક્સબોર્ડમાં અગાઉ 55 ટનની ગાડી હોવાનો અમે જવાબ કર્યો હતો. પરંતુ આજે 10 ટનવાળી ગાડી ઉતરી ગઈ એ અમારે જોવું પડશે. અત્યાર સુધી કોન્ટ્રાકટરને અમે એક પણ પૈસા પેમેન્ટ નથી આપ્યું અને તમામ કામો માંથી બાકાત રાખ્યા છે અને કોન્ટ્રેકટરને બ્લેકલીસ્ટ પણ કરીશું.:- દુષ્યંત પંડ્યા, ચીફ ઓફીસર, લુણાવાડા…