લુણાવાડા, લુણાવાડા એસટી સ્ટેન્ડ ની અંદર ગંદકી અને કચરાના યોગ્ય નિકાલ માટે નગરપાલિકા દ્વારા એક કન્ટેનર મૂકવામાં આવ્યું છ. ત્યારે એકત્રિત થયેલો કચરો આજ સ્થાન ઉપર ક્ધટેનરમાં જ સળગાવી દેવામાં આવતો હોવાથી એસટી સ્ટેન્ડમાં પ્લાસ્ટિક તેમજ કચરાને બળવાની માથા ફાડ દુર્ગંધથી આજુબાજુ બસની રાહ જોઈને ઊભા રહેલા મુસાફર જનતાને પારાવાર હાલાકી વેઠવી પડતી જણાઈ રહેલી જોવા મળી રહી છે.
જ્યારે બીજી બાજુ કચરાથી ભરેલા આ સળગતા કન્ટેનર માંથી મૂંગા અબોલા પશુઓ પોતાના પેટનો ખાડો પુરવા માટે પ્લાસ્ટિક માંથી ખોરાક શોધવા માટે તેમજ પ્લાસ્ટિક ખાવા માટે વિવશ બનતા જોવા મળી રહ્યા છે.
લુણાવાડા એસટી સ્ટેન્ડમાં સાફ-સફાઈના અભાવી ગંદકીનું પારાવાર સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે. ત્યારે માત્ર અને માત્ર સાફ-સફાઈના નામે મોટી ગુલબાંગો ઠુકવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
લુણાવાડા એસટી સ્ટેન્ડમાં નગરપાલિકા દ્વારા શૌચાલય પાસેના એક કોર્નર પર કચરો એકત્રિત કરવા માટે એક મોટું ક્ધટેનર મૂકવામાં આવ્યું છે. જે કન્ટેનર કચરા થી છલોછલ ભરી જવા પામ્યું છે અને તેમાંથી વધારાનો કચરો બહાર ઠલવાય જતો જોવા મળે છે અને તેમાંથી પારાવાર દુર્ગંધ પ્રસરી રહેલી પણ જણાઈ રહી છે. ત્યારે આ ગંભીર દેખાતી બાબતે લુણાવાડા એસટી ડેપોના સત્તાધીશો સૂચક મૌન ધારણ કરીને ઓફિસમાં પંખા નીચે એસ આરામ ફરમાવતા હોય તેવું જણાઈ રહેલું દેખાય છે. એસટી ડેપો ના સત્તાધીશોને આ ગંદકીથી કદ વધતું ક્ધટેનર નજરે પડતું નહીં હોય કે પછી આ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે કે શું ?
આ ગંદકીથી ઉભરાતા ક્ધટેનરની આજુબાજુ મુસાફર જનતા પણ બસની રાહ જોતી ઉભી રહેલી જોવા મળતી હોય છે. જ્યારે બીજી બાજુ આ કચરા થી ઉભરાતા ક્ધટેનરમાં કે જે કચરો ભરેલો છે, તેને તેમજ આગ ચોંપી દઈને કચરાને બાળવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના લીધે આ ક્ધટેનરમાં સળગતો કચરો અને પ્લાસ્ટિકના ધુમાડાથી એસટી સ્ટેન્ડમાં ઊભા રહેલા મુસાફરોને પણ વારંવાર હાલાકીના ભોગ બનવું પડતું હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે બીજી બાજુ કચરાથી ભરેલા અને કચરો સળગતા ક્ધટેનર માંથી મૂંગા અબોલા પશુધન સડકતા ક્ધટેનરમાં નાખીને કચરો કે પ્લાસ્ટિકમાંથી ખોરાક મેળવવા માટે લાચાર બની રહેલા જણાય છે. ત્યારે આ ક્ધટેનરમાં જે કચરો સળગાવવામાં આવી રહ્યું છે, તેના લીધે મૂંગા અબોલા પશુધન દાઝી જાય કે સળગી જવાની પણ દહેશત સેવાઈ રહેલી જોવા મળે છે.
ત્યારે મૂકવામાં આવેલા આ ક્ધટેનરમાં એકત્રિત થયેલો ગંદકી અને કચરો કોઈ દૂરના સ્થાને ખાલી કરવામાં આવે તેવી ચર્ચાઓ મુસાફર જનતામાંથી પણ સાંભળવા મળી રહી છે. ત્યારે આ બાબતે લુણાવાડા એસટી ડેપોના સત્તાધીશો કે ડેપો મેનેજર યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે પણ એક વેધક સવાલ ઉભો થવા પામી રહ્યો છે.