લુણાવાડા નગરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ પોલીસ દ્વારા દબાણો દૂર કરાયા

  • લુણેશ્વર ચોકીના આસપાસના વિસ્તારના નડતરરૂપ 4-5 દબાણો દુર કરાયા.

લુણાવાડા,લુણાવાડા શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. સાથે સાથે જમીનોના ભાવ ઉચકાતા રોડ-રસ્તાઓ પર દબાણ વધતાં તેઓના કારણે પણ ટ્રાફિકની કરણભૂત બની છે. જેને લઈ લુણાવાડા પાલિકા ઘોર નિંદ્રામા અને પોલીસ એક્શનમાં આવી છે.

લુણાવાડા ડિવિઝનના ડીવાયએસપી કમલેશ વસાવા દ્વારા મુખ્ય માર્ગ પરના અને દુકાનોની બહાર કરેલા દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દુર કરવામાં આવ્યા છે. જેમા લુણાવાડામાં લુણેશ્ર્વર ચોકીના આસપાસના વિસ્તારના નડતરરૂપ 4-5 દબાણો દુર કરાયા છે. જ્યારે અન્ય લોકોને સુચના આપી છે. પરંતુ જે કામ પાલિકાને કરવાનું હોય તે પોલીસે કરવું પડ્યું છે. ત્યારે પાછલા કેટલાય સમયથી વહીવટદાર શાસનમાં ચાલતી પાલિકાની આંખો ક્યારે ઉઘડસે અને ગેરકાયદેસર દબાણો દૂર કરશે જેવા લોકોમાં સવાલો ઉઠ્યા હતા.