સમગ્ર દેશમા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાં માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. અને લોકોને સ્વચ્છતાં રાખવા સતત અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છતાંને પ્રોતસાહન આપવા માટે નિર્મળ ગુજરાત સ્વચ્છતાં પખવાડિયાની રાજયભરમાં શરૂઆત કરવામાં આવી છે. જેમાં લુણાવાડા શહેરમાં વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. લુણાવાડા નગરપાલિકા દ્વારા શહેરમાં અનેક સ્થળોએ સફાઈ કરવામાં આવી છે. લુણાવાડા નગરપાલિકા દ્વારા શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતા વોટર વર્કસના પાનમ નદી અને કુવામાં સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાણીમાં જઈ લીલ, કાંસ તેમજ પાણીમાં ઉગી નીકળેલ વનસ્પતિને સાફ કરવામાં આવી હતી. શહેરમાં નિર્મળ ગુજરાત સ્વચ્છતાં પખવાડિયા અંતર્ગત અત્યાર સુધી વિવિધ વિસ્તારો,જાહેર સ્થળો, જાહેર શોૈચાલયો સહિત અનેક જગ્યાએ સાફસફાઈ કરવામાં આવી રહી છે.