લુણાવાડાના વરધરી ગામે 212 વાળંદ સમાજના સમૂહ લગ્નમાં 10 યુગલોએ પ્રભુતામાં પગલાં માંંડયા

લુણાવાડા,

212 વાળંદ સમાજ સમૂહલગ્ન સમિતી મહિસાગર પંચમહાલ અને ખેડા જિલ્લા દ્વારા આયોજીત 13 મો સમૂહલગ્ન તારીખ 23/02/2023 ગુરૂવારના રોજ વરધરી તા. લુણાવાડા જિ. મહિસાગર ખાતે “સમૂહ લગ્ન સમારોહ”માં કુલ 10 યુગલો એ પ્રભુતામાં પગલાં માડ્યા હતા. આ 10 દિકરીઓને 212 વાળંદ સમાજ તરફથી કન્યાદાનમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સ્વરૂપે 90 જેટલી ઘરવપરાશની ચીજવસ્તુઓ આપી કન્યાદાન કરેલ છે, સાથે સાથે રોકડ રકમ પણ દાન આપી અને 11 જૂથ વાળંદ સમાજ ગામ સમસ્ત તરફથી ભોજનના દાતાઓ બની. આ સમૂહલગ્નમાં સિંહ ફાળો આપેલ હતો. વરધરી વાળંદ સમાજ સાથે 11 જૂથ સમાજે રસોડાથી માંડી કાર્યક્રમ પૂર્ણ થયો ત્યાં સુધી ખુબ સાથ સહકાર આપી ભગીરથ કાર્ય કરેલ છે. આ સમૂહલગ્ન સમારોહમાં ધર્મપ્રિયદાસજી મહારાજ (જેઠોલી મંદિર)ઉપસ્થિત રહ્યા હતા. એમનુ સ્વાગત 212 વાળંદ સમાજ સમૂહલગ્ન સમિતી પ્રમુખ મહેશભાઈ કોદરભાઈ વાળંદએ સાલ ફુલહાર આપી સન્માન કર્યુ હતું. નવદંપતિઓને સુખી દાંપત્ય જીવનનાં આશીર્વાદ તેમજ શુભકામનાઓ પાઠવવા સાથે વ્યસન મુક્તિ પર ભાર મુક્યો હતો. સમૂહલગ્ન થકી સમય અને પૈસાની બચત થાય સમૂહલગ્ન સમાજનો વિકાસનો પાયો છે. સમૂહલગ્ન થકી સમાજ દેશ આગળ આવે સમૂહલગ્ન જોડાવુ જોઈએ. 212 વાળંદ સમાજ સમૂહલગ્ન સમિતીને ધન્યવાદ આપ્યો. આ ભગીરથ કાર્યનો યશ એમના શીરે જાય છે, જેમના માં-બાપ અને એમના દિકરા દિકરીને આ સમૂહલગ્નમાં જોડાયા એમને પણ ધન્યવાદ આપ્યા હતા. પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ સમૂહલગ્ન સ્થળ પર આમંત્રણને માન આપી પધાર્યા હતા. નવદંપતિને શુભેચ્છાઓ પાઠવી હતી. વરધરી ગ્રામ પંચાયતના સરપંચ એ હાજરી આપી હતી. આ ઉપરાંત 212 વાળંદ સમાજ સમૂહલગ્ન સમિતી પ્રમુખ મહેશભાઈ કોદરભાઈ વાળંદ ગામ-સેવાલીયા, એસ.પી. શર્મા આગરવાડા. તથા લીંબચ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજેન્દ્રકુમાર એમ. વાળંદ દેવ, સમારંભ અધ્યક્ષ લીંબચ યુવા સંગઠન ગુજરાત પ્રદેશના ટ્રસ્ટી પ્રવિણભાઈ મંગળભાઈ શર્મા વિરપુર તથા સરપંચ કૈલાશબેન મહેન્દ્રભાઈ વાળંદ, લીંબચ યુવા સંગઠન મહિસાગર પ્રમુખ વિપુલભાઈ એમ. વાળંદ તથા સમારંભ પ્રમુખ મોહિનકુમાર પ્રભુદાસ વાળંદ, પીલોદરા હાલ આણંદ તથા ગૌતમકુમાર રતિભાઈ વાળંદ રાજનપુર હાલ દુબઈ તથા સરપંચ વિષ્ણુભાઈ રમણભાઈ વાળંદ ડખરીયા મહેન્દ્રકુમાર એસ. વાળંદ જનોડ કાંન્તિભાઈ મોરવા, શાંતિભાઈ જનોડ હાલ ગાંધીનગર 11 જૂથના મંત્રી રમેશભાઈ વરધરી આ મહાનુભાવોએ સ્ટેજ પર બેસાડી વિશિષ્ટ સન્માન કરેલ છે. આ સમૂહલગ્ન સમારોહમાં સ્ટેજનું સંચાલન 212 લીબંચ સમાજ સેવા ટ્રસ્ટના સ્થા.ઓડિટર મહેન્દ્રભાઈ કે. શર્મા ગુણેલી તથા 212 લીંબચ સમાજ સેવા ટ્રસ્ટના ખજાનચી ગિરીશકુમાર એમ. શર્મા પરબિયા, 212 લીંબચ સમાજ સેવા ટ્રસ્ટના સહમંત્રી ભરતભાઈ કે. શર્મા જેઠોલી એ સફળતાપૂર્વક સંચાલન કરેલ છે તથા જે.ડી.શર્મા નમનાર સહયોગ આપેલ છે. 211 વાળંદ સમાજ મહિસાગર પંચમહાલ અને ખેડાના નામી અનામી વાળંદ જ્ઞાતિબંધુઓ હાજર રહી આ સમારંભમાં ચારચાંદ લગાવ્યા હતા.

સમુહલગ્ન થકી સમાજની એકતા-અખંડિતતાના દર્શન થાય છે. સમાજનાં સર્વાંગી ઉત્થાન માટે અને સમાજની સામાજિક જવાબદારી અદા કરવા માટે પ્રતિબદ્ધ બનવું એજ સાચો નાગરિક ધર્મ છે. આર્થિક અને સામાજિક સુધાર માટે સમુહલગ્ન હવે પરંપરા બનતી જાય છે. ત્યારે સંપન્ન સમાજ પણ સમુહલગ્ન યોજે અને ઓછા ખર્ચે અનેક યુગલો આપણા સમાજમાં લગ્ન ગ્રંથિથી જોડાય એવી ભાવના વ્યક્ત કરૂં છું સમાજનાં સમરસ, સમતોલ અને સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. ત્યારે આવા ઉમદા આદર્શવાદી વિચારો સાથે સામાજિક સદભાવના ધરાવતા સમુહલગ્નનું આયોજન કરનાર 212 વાળંદ સમાજ સમૂહલગ્ન સમિતી મહિસાગર, પંચમહાલ અને ખેડા જિલ્લાના તમામ આયોજકોને નતમસ્તક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.