લુણાવાડાના ઉંદરા મુખ્ય માર્ગ પર પડેલ ભુવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય

લુણાવાડા તાલુકાના ઉંદરા ગામથી જિલ્લા મથક લુણાવાડા જવા માટેના રસ્તા ઉપર ગરનાળાની વચ્ચોવચ મોટો અને રસ્તાની આજુબાજુ પણ નાના ભુવા પડી ગયા છે. જેને લઈ આવતા-જતા વાહનચાલકોમાં ભયનો માહોલ સેવાઈ રહ્યો છે. જયારે રસ્તાની વચ્ચે પડેલ ભુવાથી અજાણ્યા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનવાની શકયતાઓ દેખાઈ રહી છે. અને તેમાંય ખાસ રાત્રિના સમયે આ ભુવો ન દેખાતા નાના વાહનચાલકોમાં વધુ અકસ્માતનો ભોગ બની શકે છે. અને જાનહાનિ થવાની શકયતા વધુ દેખાઈ રહી છે. જેને લઈ તંત્ર દ્વારા ભુવાાનુ મરામત વહેલી તકે કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.