લુણાવાડાના થાણાસાવલી ગામે ગાય સાથે બાઈક અથડાતા ચાલકનુ મોત

લુણાવાડા, મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના થાણા સાવલી ગામે ગાય સાથે બાઈક અથડાતા ચાલકનુ મોત નીપજયું હતુ.

લુણાવાડા તાલુકાના લકડીપોયડા ગામે રહેતા જીતેન્દ્ર કુમાર છત્રસિંહ બારીયા પંચામૃત ડેરી ગોધરા ખાતે નોકરી હતા. તેઓ તેમની બાઈક લઈને નોકરી પર જતા હતા.બે-ત્રણ દિવસે ધરે આવતા હતા. તા.22ના રોજ જીતેન્દ્રભાઈએ તેમના ભાઈ મનહરસિંહને ફોન કરી જણાવ્યુ હતુ કે તે કાલે આવવાના છે પરંતુ મોડી સાંજ સુધી તે ધરે ન આવતા મનહરસિંહે જીતેન્દ્રભાઈને ફોન કરતા અજાણી વ્યકિતએ ફોન રીસીવ કરી કહ્યુ હતુ કે,આ ફોનવાળા ભાઈ થાણા સાવલીથી આગરવાડા પુલનો ઢાળ સ્પીડમાં ચઢતા સમયે સામે ગાય સાથે અથડાતા રોડ પર બેભાન અવસ્થામાં પડેલ છે. તેવી વાત કરતા મનહરસિંહ તેમના કાકા ભીખાભાઈ તથા બીજા માણસો સાથે સ્થળ ઉપર આવી જોતા ગાય રોડની સાઈડમાં બેઠેલ હતી. જીતેન્દ્રભાઈને 108 મારફતે લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા તેવુ જણાતા જનરલ હોસ્પિટલ ખાતે જઈ જીતેન્દ્રભાઈને માથામાં પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં ડોકટરે વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાનુ જણાવતા તેઓ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે લઈ ગયા બાદ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.